તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સીરિયામાં ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન જે હોટલમાં રોકાયા હતા તેની આસપાસ જબરા વિસ્ફોટો

દમાસ્કસઃ સીરિયાના પ્રવાસે ગયેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની સુરક્ષામાં મોટી ક્ષતિનો મામલો સામે આવ્યો છે. મંગળવારે સીરિયાના પાટનગર દમાસ્કસમાં તે હોટલની નજીક એક પછી એક અનેક વિસ્ફોટકોના ધડાકા સંભળાયા હતા, જ્યાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન રોકાયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
સ્થાનિક સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, દમાસ્કસમાં જે સ્થળે વિસ્ફોટ થયો ત્યાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે જતા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી હોટલની આસપાસના તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી.
મહત્વની વાત એ છે કે, આ વિસ્ફોટ ત્યારે થયા જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરા સાથે રાષ્ટ્રપતિ ભવનમાં દ્વિપક્ષીય મુલાકાત કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૪માં બશર અલ-અસદનું શાસન પતન પામ્યા બાદ પヘમિી દેશોના કોઈ ટોચના નેતા તરીકે મેક્રોન સૌપ્રથમ સીરિયાની મુલાકાતે પહોંચ્યા છે. આ ઐતિહાસિક મુલાકાતનો ઉદ્દેશ્ય સીરિયામાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં સહયોગ આપવાનો છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર દેશની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધો છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
