તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જેસલમેર ૪૬.૪ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર : ગુજરાતમાં પણ આભમાંથી અગનગોળા વરસતા જનજીવન પ્રભાવિત
રાજ્યમાં કંડલા ૪૫.૨ ડિગ્રી સાથે સૌથી ગરમ : અમદાવાદમાં એપ્રિલ મહિનાનો ઐતિહાસિક ઊંચો પારો નોંધાયો : હવામાન વિભાગ દ્વારા 'યલો એલર્ટ'ની જાહેરાત

નવી દિલ્હી:ભારતીય હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર સમગ્ર દેશ અત્યારે કાળઝાળ ગરમીની લપેટમાં છે. પડોશી રાજ્ય રાજસ્થાનનું જેસલમેર ૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં સૂર્યનારાયણના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની તીવ્રતાને જોતા 'યલો એલર્ટ' જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ પારો ઊંચો જવાની આગાહી કરી છે.
શહેરોમાં ગરમીના આંકડા:
ગુજરાતના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદમાં ૪૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે ઈતિહાસમાં એપ્રિલ માસનો ત્રીજો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે. આ ઉપરાંત કચ્છના કંડલામાં ૪૫.૨ ડિગ્રી સાથે રાજ્યનો સૌથી વધુ તાપ નોંધાયો છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં ૪૪.૪ ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
