<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ઇસ્કોન જુહૂ ખાતે જન્માષ્ટમી ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી: ભગવાન શ્રીકૃષ્ણ માટે ધરાવાશે વિશ્વભરની વાનગીઓથી સજ્જ ૧૦૦૮ ભોગનો અદ્ભુત મહાપ્રસાદ!

વૈશ્વિક શાકાહારી ડિશ સાથે કાનુડાના જન્મોત્સવને બનાવાશે યાદગાર: મુંબઈના સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં દેશ-વિદેશના લાખો ભક્તોનું ઉમટી પડશે મહેરામણ

મુંબઈ : મુંબઈના પ્રસિદ્ધ જુહૂ વિસ્તારમાં આવેલા ઇસ્કોન (ISKCON) મંદિર દ્વારા આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ૨૦૨૬ ના પવિત્ર તહેવારની અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ઉજવણીનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવનારો '૧૦૦૮ ભોગ' મહાપ્રસાદ હશે. સૌથી ખાસ વાત એ છે કે આ ભોગમાં માત્ર પરંપરાગત ભારતીય વાનગીઓ જ નહીં, પરંતુ વિશ્વભરની પ્રસિદ્ધ શાકાહારી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઇસ્કોન જુહૂના અગ્રણી સંતો અને આયોજકોના જણાવ્યા અનુસાર, ભગવાન કાનુડાના આ પ્રગટોત્સવ પ્રસંગે વિદેશી ભક્તો અને સ્થાનિક શેફ્સના સહયોગથી ખાસ ગ્લોબલ વેજિટેરિયન ડીશ તૈયાર કરવામાં આવી રહી છે. ઈટાલિયન, મેક્સિકન, થાઈ, ચાઈનીઝ અને કન્ટિનેન્ટલ શૈલીની શુદ્ધ શાકાહારી વાનગીઓને ખાસ વૈદિક પદ્ધતિઓ અને મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન સમક્ષ ધરાવવામાં આવશે. આ સાથે જ પરંપરાગત ભારતીય મિઠાઈઓ, પંજરી અને વિવિધ પ્રકારના વ્યંજનો પણ મહાભોગનો હિસ્સો બનશે.

જન્માષ્ટમીના દિવસે મંદિર પરિસરને દેશ-વિદેશના વિશિષ્ટ ફૂલોથી મનોહર રીતે શણગારવામાં આવશે અને મધ્યરાત્રિએ મહાઅભિષેક તેમજ મહાઆરતીનું ખાસ આયોજન કરાયું છે. મુંબઈ સહિત દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ સુગમતાથી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા અને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વાતાવરણ હરે કૃષ્ણ મહામંત્રના નાદથી ગુંજી ઉઠશે.

(6:08 PM IST)