તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
શુક્રવારે જન્માષ્ટમીઃ આઠમની તિથિઃ રોહિણી નક્ષત્રમાં જન્મોત્સવ
કાનુડાને પારણે ઝુલાવવા મંદિરોમાં, ઘરે ઘરે તૈયારી, શુક્રવારે ઉપવાસ, રાત્રે ૧૧.૫૭થી ૧૨.૪૨ સુધી નિશીથકાળમાં પૂજા, શનિવારે નંદ મહોત્સવ

મુંબઈ,તા.૦૧: ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન શુક્રવારે આઠમની તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગ વચ્ચે કૃષ્ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. વૈષ્ણવ પરંપરા અને ધર્મશાષ મુજબ જન્માષ્ટમીના દિવસે ભક્તો દિવસભર ઉપવાસ રાખી મધરાતે નિશીયકાળમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરશે. જયારે શનિવારે નંદ મહોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
જ્યોતિષીના જણાવ્યા મુજબ, ભગવાન કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૧.૫૭થી ૧૨.૪૨ વાગ્યા સુધી ૪૫ મિનિટનો નિશીયકાળ રહેશે. આ સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા, અભિષેક, આરતી કરવામાં આવશે. વૈદિક સમય ગણતરી મુજબ મધરાતનો સમય ૧૨.૨૦ વાગ્યે વાગ્યે રહેશે. વધુમાં, જયોતિષીએ જણાવ્યું હતું કે, ધાર્મિક ગણતરી મુજબ આઠમની તિથિ ૩ સપ્ટેમ્બરના ગુરુવારે મપરાતે ૨.૨૬ વાગ્યાથી શરૂ થશે અને ૪ સપ્ટેમ્બરના શુકવારે મધરાતે ૧૨.૧૪ વાગ્યે પૂર્ણ થશે. જ્યારે રોહિણી નક્ષત્ર ૩ સપ્ટેમ્બરના રાત્રિએ ૧૨.૩૦ વાગ્યે શરૂ થશે અને ૪ સપ્ટેમ્બરના શુક્રવારે રાત્રીએ ૧૧.૦૫ વાગ્યે પૂર્ણ થશે, એટલે કે જન્માષ્ટમીના દિવસે આઠમની તિથિ અને રોહિણી નક્ષત્ર બન્નેનો સંયોગ રહેશે
શુક્રવારે આઠમનો ઉપવાસ અને શનિવારે સવારે પારણાં
જન્માષ્ટમીનું વત રાખનારા ભક્તો સવારે નિત્યકર્મ પૂર્ણ કર્યા બાદ સંકલ્પ લઇને દિવસભર ઉપવાસ કરશે, જ્યારે વ્રતનું પારણું બીજા દિવસે યોગ્ય સમયે કરવામાં આવશે. આ વર્ષે આઠમની તિથિ અને રોહિણી નક્ષત્ર સૂર્યોદય પહેલા પુર્ણ થઇ જતાં ધર્મશાષ મુજબ ૫ સપ્ટેમ્બરે સવારે ૬.૦૧ વાગ્યા બાદ પારણું કરી શકાશે. જોકે, આધુનિક પ્રચલિત પરંપરા મુજબ અનેક સ્થળે નિશીથકાળ બાદ એટલે ૧૨.૪૨ વાગ્યા પછી પણ પારણું કરવામાં આવે છે. જન્માષ્ટમીને કૃષ્ણાષ્ટમી, ગોકુલાષ્ટમી, અષ્ટમી રોહિણી, કૃષ્ણ જયંતી અને શ્રી જયતી જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે. કૃષ્ણ જનમોત્સવને લઇને સજાવટ, ભજન-કીર્તન, અભિષેક અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે.
પાંચમ, છઠ્ઠ, સાતમ.. હવે પાંચ દિવસ ધાર્મિક પર્વોની વણઝાર
જન્માષ્ટમીને લઇને મંદિરોમાં અને કૃષ્ણભક્તોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ હવે અઠવાડિયાના બાકી રહેલા તમામ પાંચ દિવસ પર્વોની વણઝાર જોવા મળશે. પાંચમના ક્ષય વચ્ચે મંગળવારે નાગ પાંચમ ઉજવાશે. બુધવારે રાંધણછઠ, હળ છઠ, બલરામ જયંતી, બુધ પુજન જેવા પર્વો-પ્રસંગો ઉજવાશે. ગુરુવારે શીતળા સાતમ, બૃહસ્પતિ પૂજન, જ્યારે શુક્રવારે જન્માષ્ટમી, કાલાષ્ટમી, જીવંતિકા પુજન થશે. શનિવારે નંદ મહોત્સવ, ગોગા નોમ, દહીં હાંડી ઉત્સવ, રામાનુજાચાર્ય જયતી, અશ્વસ્થ મારુતિ પુજન જેવા પર્વો-પ્રસંગોની ઝાકમઝોળ જોવા મળશે. શુક્રવારે રાત્રીએ ૧૨ વાગ્યના ટકોરે મંદિરોમાં અને ઘરે ઘરે આકર્ષક થીમ સાથે કાનુડાને પારણે ઝુલાવાશે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
