<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

‘‘કોચીમાં જંતર મંતર'' ...CJP એ ફરી SIR સામે મોરચો ખોલ્‍યોઃ કાલે વિરોધ પ્રદર્શન

દિલ્‍હી પછી CJP એ કોચીમાં મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરીઃ સાંજે ૪ વાગ્‍યે કોચીના રાજેન્‍દ્ર મેદાનમાં CJP નો વિરોધ પ્રદર્શન

કોચીઃ તા.૬: કોકરોચ જનતા પાર્ટી (CJP) એ હવે કેરળના કોચીમાં સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન (SIR) સામે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ વિરોધ પ્રદર્શન ૭ નવેમ્‍બરે સાંજે ૪ વાગ્‍યે કોચીના રાજેન્‍દ્ર મેદાનમાં થશે. પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ‘‘કોચીમાં જંતર મંતર'' નામ આપ્‍યું છે. તે SIR પ્રક્રિયા રદ કરવા અને મુખ્‍ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે.

CJP એ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર આ જાહેરાત કરી. પોસ્‍ટમાં લખ્‍યું છે, ‘‘લોકશાહી બચાવો! SIR રદ કરો! અમારી સાથે જોડાઓ - ૭ નવેમ્‍બર - સાંજે ૪ વાગ્‍યા, રાજેન્‍દ્ર મેદાન, કોચી.'' CJP ના સ્‍થાપક અભિજીત દીપક આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. દક્ષિણ ઝોનના નેતા વિજય મલંગી અને રાષ્ટ્રીય સચિવ આફરીન નવાઝ પણ હાજર રહેશે.

CJP ની X પરની બીજી પોસ્‍ટમાં મરીન ડ્રાઇવથી રાજેન્‍દ્ર મેદાન સુધીની કૂચ વિશે માહિતી શેર કરવામાં આવી હતી. તેમાં એમ પણ લખ્‍યું હતું કે, ‘‘CEC જ્ઞાનેશ કુમારે જવું જોઈએ.''ૈ દિલ્‍હીમાં CJP નેતાઓની ધરપકડ પછી આ વિરોધ પહેલું મોટું પગલું છે. ગયા મહિને, અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસ સહિત અનેક CJP નેતાઓની દિલ્‍હી પોલીસે અટકાયત કરી હતી.

આ નેતાઓ ૧૦ ઓક્‍ટોબરે પરવાનગી વિના વિરોધ પ્રદર્શન માટે જંતર મંતર જઈ રહ્યા હતા. દિલ્‍હી પોલીસે ફલાઇટમાં સવાર ત્રણેયની અટકાયત કરી હતી. આ પછી, સરકારે જંતર-મંતરને વિરોધ સ્‍થળોની યાદીમાંથી દૂર કર્યું. જોકે, આશુતોષ રંકા અને સૌરવ દાસ હજુ પણ ત્રિરંગો લઈને જંતર-મંતર પહોંચ્‍યા, અને પોલીસે તેમને ફરીથી અટકાયતમાં લીધા.

આશુતોષ રંકા અને સૌરવ દાસે એક અઠવાડિયું જેલમાં વિતાવ્‍યું. ત્‍યારબાદ અભિજીત દિપકને સેન્‍ટ્રલ પાર્ક, કનોટ પ્‍લેસમાં ‘‘તિરંગા કાર્યક્રમ'' ની જાહેરાત કરતા અટકાયતમાં લેવામાં આવ્‍યા. જોકે, સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટ (લ્‍ચ્‍પ્‍) ને જંતર-મંતર પર વિરોધ ન કરવા અને એક વર્ષ સુધી શાંતિ જાળવવાની બાંયધરી આપ્‍યા બાદ તેમને બધાને બાદમાં મુક્‍ત કરવામાં આવ્‍યા.

CJP એ આ વિરોધની જાહેરાત એવા સમયે કરી જ્‍યારે કોચીમાં SIR પ્રસ્‍તાવ પહેલાથી જ ઉગ્ર બની રહ્યો છે. મંગળવારે કોચી મ્‍યુનિસિપલ કાઉન્‍સિલની બેઠકમાં પણ SIR પ્રસ્‍તાવ પર ભારે હોબાળો જોવા મળ્‍યો. તેમાં SIR વિરુદ્ધ દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શનો સાથે એકતા વ્‍યક્‍ત કરવામાં આવી. ભાજપ અને UDF કાઉન્‍સિલરો વચ્‍ચે ગરમાગરમ ચર્ચા અને વોકઆઉટ થયું.

યુડીએફ કાઉન્‍સિલરોએ સીઈસી જ્ઞાનેશ કુમારની પણ ટીકા કરી અને તેમના પર મતદાર યાદીમાંથી ૧૩૦ મિલિયન મતદારોના નામ કાઢી નાખવાનો આરોપ લગાવ્‍યો. ભાજપના કાઉન્‍સિલરોએ જોરદાર વિરોધ કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું. સીજેપીના વિરોધની જાહેરાતથી કેરળમાં એસઆઈઆર વિવાદ વધુ તીવ્ર બને તેવી શક્‍યતા છે. (

 

(10:04 AM IST)