<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જંતરમંતર કે શાદી મંતરઃ ગયા હતા નીટનું પેપર રોકાવા અને પરણીને આવી ગયા

જંતર-મંતર પ્રોટેસ્‍ટમાં કથિત રીતે સામેલ થયેલા એક શખ્‍સનો વીડિયો હાલમાં ઇન્‍ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે

નવી દિલ્‍હી તા.૩૦: જંતર-મંતર પ્રોટેસ્‍ટમાં કથિત રીતે સામેલ થયેલા એક શખ્‍સનો વીડિયો હાલમાં ઇન્‍ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોનારા લગભગ દર ૨૮માંથી એક શખ્‍સે આ વીડિયોને લાઇક કર્યો છે. કોમેન્‍ટ સેક્‍શનમાં યુઝર્સ આ ઘટના પર મજેદાર રિએક્‍શન આપી રહ્યા છે.

ઇન્‍ટરનેટ પર જે વીડિયો સામે આવ્‍યો છે, તેમાં રિપોર્ટર પૂછે છે કે તમે ગયા હતા નીટનું પેપર રોકાવા અને પરણીને આવી ગયા. તેના પર પહેલા તો આ શખ્‍સ પોતાનું નામ મોહન શ્રીવાસ્‍તવ બતાવે છે અને પછી જવાબ આપતા જણાવે છે કે, જંતર મંતર પર ૧ દિવસ રહ્યા, ત્‍યાં ન તો ખાવાનું ઠીક હતું, ન પીવાનું. જેમ તેમ કરી અમે લોકો બેઠા હતા. આગળ તે જણાવે છે કે આ છોકરી સાથે મુલાકાત કેવી રીતે થઈ?

મોહન જણાવે છે કે, પ્રોટેસ્‍ટમાં મેડમ તેને ક્‍યારેક ખાવાનું ખવડાવતી, પાણી પીવડાવતી. રોજ કંઈકને કંઈક લાવતી. પછી આગળ કહે છે કે, આ છોકરીનું પણ નીટનું પેપર લીક થયું હતું. તેથી તે પણ ત્‍યાં બેઠી હતી. મોહનને જ્‍યારે તે ખાવાનું આપતી તો વાતચીત શરુ થઈ. આ દરમ્‍યાન માથા પર પાટો કેમ બાંધ્‍યો છે, તેવું પૂછતા યુવક જણાવે છે કે, ૨૦ જુલાઈના રોજ લાઠીચાર્જમાં વાગ્‍યું છે. જે બાદ મહિલાએ તેની સારવાર કરાવી અને પછી જ્‍યારે આંખ ખુલી તો છોકરીએ પ્રેમનો ઇઝહાર કર્યો. પછી બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. પણ જ્‍યારે બિહાર આવ્‍યા તો મમ્‍મી માનતી નથી. તેના પર રિપોર્ટર જણાવે છે કે તમે લોકો ત્‍યાં રાજીનામું માગવા ગયા હતા, આ શું કરીને આવ્‍યા?

આ વીડિયોને ઇન્‍સ્‍ટાગ્રામ પર રાહુલ કુમારે પોસ્‍ટ કર્યો છે. જેણે કેપ્‍શનમાં એવું લખ્‍યું છે કે દિલ્‍હીના જંતર મંતર પર આંદોલનમાં ગયા હતા, લગ્ન કરીને પાછા આવ્‍યા. પણ શું આ વીડિયો સાચો છે? તેનો જવાબ શોધતા જાણવા મળ્‍યું કે, આ વીડિયોને ૨ કરોડ ૮૦ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે, જ્‍યારે ૧૦ લાખથી વધારે યુઝર્સે તેને લાઇક પણ કર્યો છે. એટલે કે જોનારા દર ૨૮માંથી ૧ યુઝર્સે આ વીડિયોને પસંદ કર્યો છે.

આ વીડિયોને જે રાહુલ કુમાર નામના ઇન્‍ફલૂએંસરે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો છે. તેના વીડિયો મોટા ભાગે આવા જ બનાવે છે. તેના વીડિયોમાં હાસ્‍ય અને મજેદાર કોમેન્‍ટ જોવા મળે છે. આ વાત પરથી લાગે છે કે આ વીડિયો સ્‍ક્રિપ્‍ટેડ છે. જ્‍યારે તેની સાથે વાત કરવામાં આવી તો તેણે પણ સ્‍વીકાર્યું કે આ વીડિયો સ્‍ક્રિપ્‍ટેડ છે.

(9:53 AM IST)