તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
જાપાનમાં ખનીજ તેલની ભારે અછત સર્જાતા ખાદ્યપદાર્થોના પેકેજિંગ માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ રંગમાં છપાશે: જાપાનની સૌથી મોટી બટેટાની ચિપ્સ બનાવતી સ્નેક્સ કંપની કાલ્બીએ પોતાના લોકપ્રિય ૧૪ ઉત્પાદનોના પેકેજિંગ માટે ઐતિહાસિક નિર્ણય લીધો

મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ અને નેપ્થાની અછત ઉભી થતાં જાપાનની અગ્રણી સ્નેક્સ કંપની કાલ્બીએ પોતાના લોકપ્રિય ઉત્પાદનોના પેકેજિંગ રંગીન કલરને બદલે બ્લેક એન્ડ વ્હાઈટ છાપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
મળતા અહેવાલો મુજબ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉભા થયેલા તણાવને કારણે જાપાનમાં પેટ્રોલિયમ પેદાશો અને પ્રિન્ટિંગ શાહી બનાવવા માટે વપરાતા નેપ્થા નામના રસાયણની ભારે અછત સર્જાઈ છે.
આ સંકટને પહોંચી વળવા જાપાનની સૌથી મોટી બટેટાની ચિપ્સ બનાવતી કંપની કાલ્બીએ ૨૫ મેથી પોતાના ૧૪ જેટલા મુખ્ય ઉત્પાદનોના રંગીન પેકેજિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ તમામ પેકેટ્સ માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ રંગમાં જ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે.
આ ઐતિહાસિક નિર્ણય દર્શાવે છે કે યુદ્ધની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પડી રહી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
