તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
PMની અપીલને જવેલર્સનું સમર્થન પણ ‘ગોલ્ડ મોનેટાઈઝેશન'ની માંગ
દેશમાં ૬થી ૭ કરોડ લોકો જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા : ગોલ્ડ લોકો માટે બચત, સુરક્ષા તેમજ રોજગારનું મહત્વપૂર્ણ સાધન

સુરત,તા.૧૨: યુદ્ધની પરિસ્થિતિને કારણે વિશ્વભરમાં અનિヘતિતાનો માહોલ ઊભો થયો છે. વર્તમાન પરિસ્થિતિ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડાને પગલે દેશના વિદેશી હૂંડિયામણ પર દબાણ વધી રહ્યું છે. આ આર્થિક અનિヘતિતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનાની ખરીદી નહીં કરવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. દેશના આર્થિક હિતમાં સંયોગ આપવા કરાયેલી આ અપીલને જવેલરી ઉદ્યોગે આવકરી છે, પરંતુ સાથે-સાથે આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ૬થી ૭ કરોડ લોકોને ધ્યાનમાં રાખી એક રોડમેપ બનાવવો જરૂરી હોવાનો સૂર ઉઠ્યો છે. સોનાની આયાત ઘટાડવા માટે ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' જેવી યોજનાની જરૂર હોવાનું જવેલર્સનું કહેવું છે. જેમ એન્ડ જવેલરી કાઉન્સિલ, સુરતના ઝોનલ ડાયરેક્ટર દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચિતા વાજબી છે. વડાપ્રધાને નાગરિકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા કરેલી અપીલ સાથે જવેલર્સ સહમત છે. જોકે, આ અપીલની સીધી અસર જવેલરી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દેશના ૬થી ૭ કરોડ લોકો પર પડી શકે છે. ત્યારે જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને ધ્યાનમાં રાખી એક રોડમેપ બનાવવો જરૂરી છે. સરકારે વિશ્વકર્મા સ્કીમ દ્વારા સોની કારીગરોને પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે કારીગરોની રોજગારીની પણ ચિતા કરવી જોઈએ. જે લોકો પાસે સોનું પડ્યું છે, તે લોકોએ રિસાઈકલ કરીને દાગીના બનાવવા જોઈએ. આમ, વચ્ચેનો રસ્તો કાઢવાથી હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લોકોની રોજગારી બચાવી શકાશે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (IBJA) ગુજરાતના પ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સુવ્યસ્થિત 'ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' જરૂરી છે. ભારતીય પરિવારો પાસે પહેલેથી જ ઘરેલું સ્તરે વિશાલ પ્રમાણમાં સોનું ઉપલબ્ધ છે. જો સરકાર જવેલરી ઉદ્યોગના સક્રિય સહકારથી આ સોનાને પરિભ્રમણમાં લાવવા માટે અસરકારક યોજના અમલી બનાવે, તો સોનાની અનાવશ્યક આયાતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આનાથી આયાત ઘટવા સાથે રોજગાર પણ મજબૂત બનશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં સોનું માત્ર એક ઉપયોગની વસ્તુ નથી, તે લોકો માટે બચત, સુરક્ષા, સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ અને રોજગારનું મહત્ત્વપૂર્ણ સાધન છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
