તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
યહૂદી છોકરીઓ પર તૂટી પડ્યા હતા હમાસના હેવાનખોરોઃ ભાઈ-બહેન સાથે સંબંધ બનાવ્યા
રિપોર્ટમાં મોટો ખુલાસોઃ મહિલાઓને હમાસે અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેમના પર દુર્વ્યવહાર કર્યો હતો

તેલઅવિવ તા.૧૫: એક સ્વતંત્ર ઇઝરાયલી તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલા દરમિયાન અને ત્યારબાદ હમાસે મહિલાઓ સામે સંગઠિત રીતે યૌન હિસા આચરી હતી. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા ૧૨૦૦ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જણાવાયું છે કે ૫,૦૦૦ થી ૬,૦૦૦ વચ્ચેના ફિલિસ્તીની લડવૈયાઓ, જેમાં મુખ્યત્વે હમાસ અને અન્ય હથિયારબંદ જૂથો સામેલ હતા, તેઓ જમીન, દરિયો અને આકાશના રસ્તે ઇઝરાયલમાં ઘૂસ્યા હતા. આ લડવૈયાઓએ ગાઝા સરહદ પાસેના અનેક વિસ્તારોમાં એકસાથે હુમલા કર્યા હતા.
આ તપાસ સિવિલ કમિશન ઓન ક્રાઇમ્સ બાય હમાસ અગેન્સ્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન નામની સંસ્થાએ કરી હતી. તપાસમાં જણાવાયું છે કે મહિલાઓ સામેની હિસા વ્યાપક, સંગઠિત અને હુમલાનો મહત્વપૂર્ણ ભાગ હતી. તપાસમાં એ પણ જણાવાયું છે કે મહિલાઓને હમાસે અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેમના પર દુર્વ્યવહાર કર્યો હતો. તેમને ઇઝરાયલમાંથી ઉઠાવતી વખતે, કેદમાં લઈ જતી વખતે હમાસ અને તેના સાથીઓએ માત્ર યૌન શોષણ જ કર્યું નહીં પણ તેમને ત્રાસ પણ આપ્યો. આ વાતની પુષ્ટિ હમાસની કેદમાંથી છૂટેલી અનેક યુવતીઓએ પણ કરી છે.
એક સ્વતંત્ર ઇઝરાયલી તપાસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હુમલાઓ દરમિયાન હમાસ અને તેના સાથીઓએ મહિલાઓ અને બંધકો સામે યોજના મુજબ યૌન હિસા અને અત્યાચાર કર્યા. રિપોર્ટ અનુસાર, આ હિસા માત્ર હુમલાના સમયે જ નહીં, પણ અપહરણ, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી વખતે અને કેદ દરમિયાન પણ ચાલુ રહી. આ તપાસ 'સિવિલ કમિશન ઓન ક્રાઇમ્સ બાય હમાસ અગેન્સ્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન' નામની સંસ્થાએ બે વર્ષ સુધી સ્વતંત્ર રીતે કરી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાઓ સામે જેન્ડર આધારિત હિસા કરવામાં આવી અને આ હુમલાનો એક વિચારીને અપનાવેલું હથિયાર હતું.
આ રિપોર્ટ તૈયાર કરવા માટે ૪૩૦ લોકો સાથે વાતચીત કરવામાં આવી, જેમાં હુમલાથી બચેલા લોકો, પ્રત્યક્ષદર્શીઓએ મુક્ત થયેલા બંધકો, ડોક્ટરો, રાહતકર્મીઓ અને પીડિતોના પરિવારજનો સામેલ હતા. તપાસ દરમિયાન ૧૦,૦૦૦થી વધુ તસવીરો અને વીડિયો ક્લિપ્સની પણ સમીક્ષા કરવામાં આવી. રિપોર્ટમાં ૧૦થી વધુ એવા લોકોની ગવાહી સામેલ છે, જેમણે હુમલા, અપહરણ અથવા ગાઝામાં કેદ દરમિયાન યૌન હિસા સહન કરી. તેમાં પૂર્વ બંધક રોમિ ગોનેન, રોમ બ્રાસ્લાવસ્કી, અર્બેલ યેહૂદ, અમિત સોસાના અને ઇલિયાના જેવા નામો સામેલ છે. આ લોકોએ જાહેરમાં પોતાના અનુભવ શેર કર્યા છે.
રિપોર્ટમાં નોવા મ્યુઝિક ફેસ્ટિવલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ગાઝા સરહદ પાસે યોજાયો હતો. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ બળાત્કારની ઘટનાઓ બની. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તેણે એક મહિલાની પીડાદાયક ચીસો સાંભળી, જેના પર અનેક લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું.
૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હજારો હમાસના લડવૈયાઓ ગાઝામાંથી ઇઝરાયલમાં ઘૂસ્યા હતા. એ સમયે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હજારો લોકો હાજર હતા. ત્યાં અચાનક હમાસના લડવૈયાઓએ ઇઝરાયલની સુરક્ષા વાડ તોડી અને અંદર પ્રવેશ કર્યો. આ હુમલાઓમાં લગભગ ૧૨૦૦ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૫૧ લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા. તેને ઇઝરાયલના ઇતિહાસનો સૌથી મોટો નાગરિક હત્યાકાંડ ગણવામાં આવે છે, જેના બદલે ઇઝરાયલે હમાસ પર હુમલો કર્યો હતો. લગભગ ત્રણ ચોથા વર્ષ સુધી ચાલેલી આ લડાઈમાં ઇઝરાયલે હમાસના ઠેકાણા નષ્ટ કરવાનો દાવો કર્યો હતો, જ્યારે આ હુમલામાં થયેલા મોતને લઈને ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા પણ સહન કરવી પડી હતી.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
