તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ઝારખંડ અને તેને અડીને આવેલા ઓડિશાના સુંદરગઢ જિલ્લામાંથી કરમા ઉત્સવથી પરત ફરતી યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર - 5 શકમંદની અટકાયત
સુંદરગઢ અને ગુમલા જિલ્લામાં કરમા પૂજા બાદ ઘરે પરત ફરતી સગીરાઓને જંગલ તરફ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ : પોલીસે તપાસ તેજ કરી

રાંચી-સુંદરગઢ તા.૨૭ : ઝારખંડ અને તેને અડીને આવેલા ઓડિશાના સુંદરગઢ જિલ્લામાંથી કરમા ઉત્સવ દરમિયાન સામૂહિક દુષ્કર્મની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, ઓડિશાના સુંદરગઢના બિરમિત્રાપુર વિસ્તારમાં કરમા પૂજામાંથી પરત ફરી રહેલી બે સગીર યુવતીઓને કેટલાક યુવકોએ જંગલ વિસ્તારમાં આંતરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ઘટના બાદ આરોપીઓએ યુવતીઓને ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 શકમંદોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
બીજી તરફ ઝારખંડના ગુમલા જિલ્લામાં 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ માર મારવાની ઘટનામાં સારવાર દરમિયાન રાંચીની RIMS હોસ્પિટલમાં તેનું મોત થયું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. પોલીસે આ મામલે FIR નોંધી મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે.
બંને કેસમાં પોલીસે CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ આધારે તપાસ તેજ કરી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
