<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

Jioના ગ્રાહકોને લાગ્યો ઝટકો :કંપનીએ સૌથી સસ્તો અને લોકપ્રિય પ્રીપેડ પ્લાન હટાવી દીધો

આ પ્લાન પહેલા MyJio એપના 'Affordable Packs' સેક્સનમાં 'Value Plans' કેટેગરી અંતર્ગત ઉપલબ્ધ હતો

મુંબઈ :રિલાયન્સ Jioના કસ્ટમરને માટે એક માઠા સમાચાર છે. હકીકતમાં કંપનીએ પોતાનો સૌથી સસ્તો અને લોકપ્રિય પ્રીપેડ પ્લાન પોતાના પોર્ટફૉલિયોમાંથી હટાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, Jioએ પોતાનો 209 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે. જો કે હજુ સુધી કંપની તરફથી આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આ પ્લાન પહેલા MyJio એપના 'Affordable Packs' સેક્સનમાં 'Value Plans' કેટેગરી અંતર્ગત ઉપલબ્ધ હતો, પરંતુ હવે તે ત્યાં જોવા નથી મળતો. જેના કારણે એવું મમનાઈ રહ્યું છે કે, કદાચ કંપનીએ આ પ્લાન બંધ કરી દીધો છે.

 

Jioના 209 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 22 દિવસની વેલિડિટી ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને ડેઈલી 1GB ડેટા મળતો હતો. એટલે કે, વેલિડિટી પીરિયડમાં ગ્રાહકોને કુલ 22 GB ડેટા મળતો હતો. આ સિવાય દરરોજ 100 ફ્રી SMSનું એક્સેસ તેમજ OTT બેનિફિટ્સમાં JioTV અને JioAlCloud સ્ટોરેજનું એક્સેસ પણ સામેલ હતુ. જ્યારે ડેઈલી હાઈસ્પીડ ડેટાનો ક્વોટા પુરો થઈ જાય, ત્યારે ડેટાની સ્પીડ ઘટીને 64Kbps થઈ જતી હતી.

Jioએ ભલે આ પ્લાન રિમુવ કરી દીધો હોય, પરંતુ પોતાના પોર્ટફોલિયોમાં કેટલાક એવા પ્લાન ઉમેર્યા છે, જે ડેઈલી 5GB હાઈસ્પીડ ડેટા એક્સેસ આપે છે. રૂ. 699નો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. જે અંતર્ગત ગ્રાહતોને ડેઈલી 5GB ડેટા મળે છે અને કંપની દ્વારા એક્સ્ટ્રા 16GB ડેટા ઑફર કરી રહી છે.

આમ 28 દિવસમાં યુઝર્સને 156GB હાઈસ્પીડ ડેટા વાપરવા મળે છે. આ પ્લાનમાં પણ JioTV અને JioAlCloud સ્ટોરેજનું ફ્રી એક્સેસ સામેલ છે. જો કે એક વાતનું ધ્યાન રાખજો, આ પ્લાનમાં કૉલિંગ અને SMS જેવા બેનિફિટ્સ સામેલ નથી.

 

(7:14 PM IST)