તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
જિઓ, NSE પછી પારલે-જીનો આઈપીઓ?

મુંબઈ,તા.૦૩: આઈપીઓ માર્કેટમાં ધમધમાટ વધવાની સંભાવના છે. જિઓ પ્લેટફોર્મ અને એનએસઈના મેગા ભરણાંની તૈયારી થઈ રહી છે ત્યારે આ લાઈનમાં વધુ એક મોટું નામ પારલે-જી ( Parle-G) જોડાવાની શક્યતા વધી છે. એક રિપોર્ટ અનુસાર, ચૌહાણ પરિવાર દ્વારા પ્રમોટ કરાયેલ બિસ્કિટ અને કન્ફેક્શનરી જાયન્ટ પાર્લે પ્રોડક્ટ્સ લિમિટેડ, જે પાર્લે-જી, મેંગો નું બાઈટ અને મેલોડી જેવી - લોકપ્રિય બ્રાન્ડ્સ ધરાવે છે, આગામી વર્ષે ઼૧ બિલિયનથી વધુ (રૂ.૯,૫૩૦ કરોડથી વધુ)ના મેગા IPO પર નજર - રાખી રહી છે. હજી કંપની કે કંપનીના એડવાઇઝર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી પણ સૂત્રોનું માનવું છે કે કંપની હવે આઈપીઓ કરવાના એડવાન્સ સ્ટેજમાં પહોંચી છે
આ એક પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ છે જેનો સ્કેલ મોટો છે અને IPOનું કદ એક અબજ ડોલરથી વધુ હોવાનું અનુમાન છે, એમ આઈપીઓ પ્રોસેસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું હતું. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું, આ પ્રક્રિયાના શરૂઆતના દિવસો છે અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ હાલમાં પાર્લે પ્રોડક્ટ્સ $૧૦.૫ અબજ (રૂ.૧,૦૦,૦૦૦ કરોડથી વધુ) થી વધુ IPO મૂલ્યાંકનનું લક્ષ્ય રાખી રહી છે. ઈશ્યૂનું કદ અને લક્ષ્યાંકિત મૂલ્યાંકન સહિતની વિગતો બજારની સ્થિતિના આધારે પાછળથી બદલાઈ શકે છે. એપ્રિલમાં RFP (પ્રસ્તાવ માટેની વિનંતી)ના ફલોટિગ અને વિગતો પૂર્ણ થયા પછી, પાર્લે પ્રોડક્ટ્સ કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ અને HSBC સિક્યોરિટીઝને હાલ પૂરતા સલાહકારો તરીકે પસંદ કર્યા છે, એમ પણ જાણવા મળે છે.
સ્વરા બેબીનો રૂ.૧,૦૦૦ કરોડનો આઈપીઓ
સ્વરા બેબીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં રૂ.૨ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરના રૂ.૫૦૦ કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ તેમજ રૂ.૫૦૦ કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમમાંથી રૂ.૧૯૮.૨ કરોડનો ઉપયોગ મધ્યપ્રદેશમાં નવા પ્લાન્ટ સ્થાપવા માટેના ખર્ચ માટે કરશે.
ઇનોટેરાનું સેબીમાં ડીઆરએચપી ફાઇલ
બીટુબી દૂધ ખરીદી પ્લેટફોર્મ ઇનોટેરા લિમિટેડે સેબીમાં ડ્રાફટ રેડ હેરિગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ.૧૦૫.૦૦ કરોડ સુધીના ફેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો મિલ્કલેન હોલ્ડિંગ પીટી. લિમિટેડ અને મહાઇકો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૭૦,૫૫,૩૧૫ ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
