તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જૂને દગો દીધોઃ ૪૩% વરસાદી ઘટઃ હવે જુલાઇ ઉપર આશા
અલ નીનોએ ચોમાસા ઉપર પ્રહાર કર્યોઃ ૧૦૦ વર્ષમાં પાંચમો સૌથી સૂકો રહ્યો જૂન મહિનો : જૂનમાં સરેરાશ ૧૬૫.૩ મીમી વરસાદ પડે તેને બદલે માત્ર ૮૫.૫ મીમી પડયોઃ મધ્યભારતની હાલત ખરાબઃ ૫૪% ઓછો વરસાદ

નવી દિલ્હી તા.૩૦: ભારતમાં ૨૦૨૬ના ચોમાસાની શરૂઆત અત્યંત ચિંતાજનક રહી છે. દેશમાં જૂન મહિનો ૧૯૦૧ પછીનો પાંચમો સૌથી સૂકો મહિનો બનવા તરફ આગળ વધી રહ્યો છે. ચોમાસું આગળ વધતું અટકી જવાને કારણે અને વાતાવરણમાં પણ પ્રતિકૂળતાને લીધે દેશમાં વરસાદમાં ૪૩ ટકા જેટલી મોટી અછત વર્તાઈ રહી છે. આંકડા દર્શાવે છે કે સામાન્ય રીતે જૂન મહિનામાં દેશમાં સરેરાશ ૧૬૫.૩ મિલીમીટર વરસાદ પડતો હોય છે, જેની સામે આ વર્ષે મહિનાના અંતિમ દિવસો સુધીમાં માત્ર ૮૫.૨ મિલીમીટર વરસાદ જ રેકોર્ડ થયો છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો ૧૯૦૧ પછી જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્તરે વરસાદનો આંકડો ૧૦૦ મિલીમીટરથી નીચે ગયો હોય એવું આ પાંચમી વખત બન્યું છે. આ પહેલાં ૧૯૦૫, ૧૯૨૬, ૨૦૦૯ (જે ૮૭.૫ મિલીમીટર સાથે અત્યાર સુધીનો સૌથી સૂકો જૂન હતો) અને ૨૦૧૪માં આવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં પヘમિી પવનો ખૂબ જ નબળા પડવા અને બંગાળની ખાડીમાં વરસાદ લાવતી લો-પ્રેશર (હળવા દબાણ)ની સિસ્ટમ ન સર્જાવાને કારણે ચોમાસાની ગતિ આટલી ધીમી પડી ગઈ છે.
આ વર્ષે, ભારતમાં જૂન મહિનો છેલ્લા ૧૦૦ વર્ષોમાં ત્રીજો સૌથી સૂકો જૂન મહિનો બનવાની તૈયારીમાં છે. મહિનાના અંત સુધી માત્ર એક દિવસ બાકી હોવાથી, દેશભરમાં વરસાદમાં ૪૨્રુનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ ડેટા સ્પષ્ટ સંકેત આપે છે કે અલ નીનોની અસર ભારતમાં ચોમાસાને નબળી પાડવાનું શરૂ કરી દીધું છે.
અત્યાર સુધી, જૂન મહિનામાં દેશભરમાં સરેરાશ ૯૨.૨ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય વરસાદનો આંકડો ૧૫૭.૭ મીમી હોવો જોઈએ. જો મહિનાના છેલ્લા દિવસે મંગળવારે સારો વરસાદ પડે, તો પણ જૂનમાં કુલ વરસાદ ૧૦૦ મીમીની આસપાસ રહેવાની ધારણા છે.
છેલ્લા ૧૦૦ વર્ષોમાં (૧૯૨૭-૨૦૨૬), ફક્ત બે વાર જૂનમાં આનાથી ઓછો વરસાદ પડ્યો છેઃ ૨૦૦૯ (૮૭.૫ મીમી) અને ૨૦૧૪ (૯૨.૧ મીમી). આ બંને વર્ષ છેલ્લા બે દાયકામાં થયા હતા.
૪ જૂને કેરળમાં નબળા આગમન પછી, ચોમાસુ મજબૂતાઈ મેળવવામાં નિષ્ફળ ગયું છે. જૂન દરમ્યાન, ફક્ત એક જ દિવસ એવો હતો જ્યારે દેશભરમાં દૈનિક વરસાદ સામાન્ય કરતાં વધુ રહ્યો હતો.
દેશના ચારેય મુખ્ય પ્રદેશોમાં આટલી નોંધપાત્ર વરસાદની ખાધ એક દુર્લભ ઘટના છે, જે અલ નીનોની અસર તરફ ઈશારો કરે છે. મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, જેમાં ૫૪% ખાધ છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ૪૧% ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તરપヘમિ ભારતમાં ૩૦% ખાધ અનુભવાઈ છે. દક્ષિણ ભારતમાં ૨૮% ખાધ નોંધાઈ છે.
અલ નીનો એ મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીની ગરમી છે, જે વૈશ્વિક હવામાન અને ખાસ કરીને ભારતીય ચોમાસાને અસર કરે છે. ગયા અઠવાડિયે એક અપડેટમાં, યુએસ એજન્સી ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ એન્ડ સોસાયટીએ જણાવ્યું હતું કે વિષુવવૃત્તીય પેસિફિકમાં ઝડપથી વધતા તાપમાન વચ્ચે અલ નીનો મધ્યમ તાકાત સુધી પહોંચવાની નજીક છે. આગામી કેટલાક મહિનામાં તે વધુ મજબૂત બનવાનો અંદાજ છે, જેનાથી ભારતીય ચોમાસા પર તેની અસર અંગે ચિતા વધી રહી છે.
જોકે, આ બધા વચ્ચે કેટલાક સારા સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જુલાઈના પહેલા અઠવાડિયામાં દેશના મોટાભાગના ભાગોમાં સારો અને વ્યાપક વરસાદ થવાની ધારણા છે. મધ્ય ભારત, જે અત્યાર સુધી વરસાદમાં સૌથી વધુ ખાધ રહ્યું છે, તેને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે.
આ નબળા ચોમાસાની પ્રાદેશિક સ્તરે ગંભીર અસરો જોવા મળી છે. મહારાષ્ટ્રના પુણેમાં જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં બિલકુલ વરસાદ પડ્યો નહોતો, જ્યારે ગોવામાં લાંબા સમય સુધી ૭૦ ટકા જેટલી વરસાદની ભારે અછત વર્તાઈ હતી.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
