હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂન મહિનામાં ૧૦ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસાની ચિંતાજનક શરૂઆત : રાજ્યમાં ૨૬ જૂન ૨૦૨૬ સુધીમાં અત્યાર સુધી માત્ર ૧.૦૩ ઇંચ વરસાદ નોંધાયો

નવી દિલ્હી,તા.૨૭: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત અત્યંત નબળી રહી છે. રાજ્યમાં ૨૬ જૂન ૨૦૨૬ સુધીના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં જૂન મહિના સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. ગત વર્ષ ૨૦૨૫ની સરખામણીએ આ વર્ષે વરસાદની ટકાવારીમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતો અને વહીવટી તંત્રની ચિતામાં વધારો થયો છે.
રાજ્યમાં ૨૬ જૂન ૨૦૨૬ સુધીમાં અત્યાર સુધી માત્ર ૧.૦૩ ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ ચોમાસાના માત્ર ૨.૮૫ ટકા જેટલો જ થાય છે. ચાલુ વર્ષે ગુજરાતના એકપણ તાલુકામાં હજુ સુધી ૧૦ ઇંચ વરસાદ પણ નોંધાયો નથી.
ગત વર્ષે જૂન ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૨૬.૨૪ ટકા (આશરે ૯.૨૫ ઇંચ) જેટલો ભારે વરસાદ વરસી ચૂક્યો હતો. એટલું જ નહીં, ગત વર્ષે રાજ્યના ૧૬ તાલુકાઓ એવા હતા જ્યાં ૨૦ થી ૪૦ ઇંચ જેટલો માતબર વરસાદ ખાબક્યો હતો.
નીચેના સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૭ થી લઈને ૨૦૨૬ સુધીમાં ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ પડ્યો છે
રાજ્યમાં ૨૬ જૂન સુધી ૧૦ વર્ષમાં નોંધાયેલ વરસાદના આંકડા
વર્ષ વરસાદ (ઇંચમાં) ટકાવારી
૨૦૧૭- ૩.૨૧ ૯.૯૩
૨૦૧૮- ૨.૧૦ ૬.૩૨
૨૦૧૯- ૨.૬૬ ૮.૦૧
૨૦૨૦- ૪.૬૮ ૧૪.૧૦
૨૦૨૧- ૪.૨૦ ૧૨.૫૧
૨૦૨૨- ૨.૧૧ ૬.૨૨
૨૦૨૩- ૪.૨૪ ૧૨.૧૦
૨૦૨૪- ૨.૦૦ ૫.૬૬
૨૦૨૫- ૯.૨૫ ૨૬.૨૪
૨૦૨૬- ૧.૦૩ ૨.૮૫
રાજ્યના તમામ ઝોનમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નહિવત વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં હજુ સુધી ખાતું પણ ખુલ્યું નથી.
ઝોન વર્ષ ૨૦૨૫ વર્ષ ૨૦૨૬
સૌરાષ્ટ્ર ૭.૮૮ ૦.૪૧
કચ્છ ૪.૧૮ ૦૦
ઉત્તર ગુજરાત ૪.૯૭ ૦.૭૬
મધ્ય ગુજરાત ૯.૬૬ ૧.૮૩
દક્ષિણ ગુજરાત ૧૬.૯૩ ૧.૪૨.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
