<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કલ્‍યાણ બેનરજીએ સંસદમાં મને ગાળો દીધીઃ કાકોલી ઘોષ

કાકોલીએ તે સમયે સ્‍પીકરનું ધ્‍યાન કેમ ન દોર્યુઃ બેનરજી : પૂર્વ રાજ્‍યસભા સભ્‍ય અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્‍તા સાંતનું સેને રાજીનામુ આપ્‍યુ

નવી દિલ્‍હી,તા.૨૯: તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) રાજ્‍યમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી આંતરિક વિખવાદમાં સપડાઈ છે. ટીએમસી સાંસદ કાકોલી ઘોષે લોકસભા સ્‍પીકર ઓમ બિરલાને પત્ર લખીને પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્‍યાણ બેનરજી સામે ફરિયાદ નોંધાવી છે.

કાકોલી ઘોષે આરોપ લગાવ્‍યો છે કે, કલ્‍યાણ બેનરજીએ લોકસભાની અંદર ઘણી વખત તેમને ગાળો દીધી હતી અને તેમની સાથે અપમાનજનક વર્તન કરીને મહિલા વિરોધીવ, ર્તણૂક દાખવી છે. પોતાના પત્રમાં કાકોલી ઘોષે સ્‍પીકર સમક્ષ ન્‍યાયની માંગ કરતાં જણાવ્‍યું હતું કે તેમને કલ્‍યાણ બેનરજી સામે ઔપચારિક ફરિયાદ નોંધાવવાની મંજૂરી આપવામાં આવે.

તેમણે જણાવ્‍યું હતું કે હું તમારી મંજૂરી ઇચ્‍છું છું કે એઆઈટીસીના લોકસભાના સભ્‍ય કલ્‍યાણ બેનરજી સાથે ન્‍યાય માટે ઔપચારિક ફરિયાદ નોંધાવી શકું. તેમણે લોકસભાની અંદર વારંવાર મારું અપમાન કર્યુ છે. તેમણે જણાવ્‍યું  હતું કે આવું ફક્‍ત તેમની સાથે જ થયું

નથી, પરંતુ અન્‍ય મહિલા સાંસદો સાથે પણ થયું છે. કાકોલી ઘોષે તેને મહિલા વિરોધી વ્‍યવહાર ગણાવતા જણાવ્‍યું હતું કે આ પ્રકારનો અપમાનજનક વ્‍યવહાર કરનારા સાંસદ સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની ફરિયાદ સામે આવતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. ઉલ્‍લેખનીય છે કે ટીએમસીના પરાજયના પગલે ૨૪ કલાકની અંદર કાકોલી ઘોષે પક્ષમાં બધા હોદા પરથી રાજીનામુ આપ્‍યું હતું. આ ઉપરાંત રાજ્‍યસભાના ભૂતપૂર્વ સાંસદ અને ટીએમસીના નેતા સાંતનું સેને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્‍તાના પદેથી રાજીનામુ આપ્‍યું છે. તેમણે આર જી કર રેપ-મર્ડર કેસમાં પક્ષના વલણની ટીકા કરી હતી

(10:01 AM IST)