તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કંડલા પોર્ટ પર આંતરરાષ્ટ્રીય કન્ટેનરની હેરફેર માટે નવી એસઓપી જાહેર કરાઈ
ગાંધીધામના સીએફએસમાં વિદેશી કન્ટેનર રાખવાની મંજૂરી : પોર્ટથી સીએફએસ સુધીની હેરફેરમાં સીલ અને કન્ટેનર નંબરની ચકાસણી ફરજિયાત

નવી દિલ્હી, તા. પ : ગુજરાતના કંડલા પોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટના કન્ટેનરોની હેરફેર વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા કંડલા કસ્ટમ્સે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ -ોસિજર (એસઓપી) જાહેર કરી છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી પબ્લિક નોટિસ હેઠળ હવે પોર્ટ ટર્મિનલથી નિયુક્ત કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) સુધી અને ત્યાંથી ફરી પોર્ટ સુધી કન્ટેનર ખસેડવાની પ્રક્રિયા નક્કી કરાઈ છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગોમાં સર્જાયેલા વિક્ષેપ વચ્ચે આંતરરાષ્ટ્રીય
માલસામાનની હેરફેર સરળ બનાવવાનો છે. કસ્ટમ્સે આ કામગીરી માટે ગાંધીધામ સ્થિત એક કંપનીના સીએએસને મંજૂરી આપી છે, જ્યાં કચ્ચા-૬ વિસ્તારમાં આવાં સંપૂર્ણ કન્ટેનર રાખી શકાશે. નવી એસઓપી મુજબ શિપિંગ લાઇન દ્વારા કસ્ટમ્સ સમક્ષ કન્ટેનરની યાદી રજૂ કરી મંજૂરી મેળવવાની રહેશે.
પોર્ટ પરથી નીકળતી વખતે અને સીએફએસમાં પ્રવેશતાં કન્ટેનર નંબર તેમજ સીલની ચકાસણી ફરજિયાત રહેશે. સીલમાં ગડબડ જણાય તો કસ્ટમ્સની લેખિત મંજૂરી વિના આગળની હેરફેર થઈ શકશે નહીં. સીએફએસમાં કન્ટેનર મૂળ સીલબંધ હાલતમાં જ રાખવાનાં રહેશે. તેમાં માલ ખોલવા, બહાર કાઢવા કે ફરી ભરવા પર પ્રતિબંધ રહેશે.
દરેક કન્ટેનર નંબર, સીલ નંબર, શિપિંગ લાઈન અને જહાજની વિગતોનો રેકોર્ડ જાળવવો પડશે. આ કન્ટેનરોને જહાજના આગમનથી ૩૦ દિવસની અંદર અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળે મોકલવા અથવા પુનઃ નિકાસ કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં મુદત વધારી શકાશે. આ સમગ્ર ટ્રાન્સશિપમેન્ટ પરવાનગી માટે કોઈ ફી વસૂલાશે નહીં, જેથી નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટી રાહત મળશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
