તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
શ્વેત શૃંગારથી ખીલી કાશ્મીર ઘાટી: સિઝનની પ્રથમ હિમવર્ષાથી પર્વતો પર ચાંદી પથરાઈ, આહલાદક નજારો
ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના વિસ્તારો બરફથી આચ્છાદિત; તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું મોજું, પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ખુશીની લહેર

શ્રીનગર: કુદરતે જાણે મન મૂકીને સૌંદર્ય વેેર્યું હોય તેમ કાશ્મીર ઘાટીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં જ સમગ્ર પ્રદેશનું વાતાવરણ અત્યંત આહલાદક અને રોમાંચક બની ગયું છે. ઊંચા પર્વતોથી લઈને ખીણો સુધી બરફની સફેદ ચાદર પથરાઈ જતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.
વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળો જેવાં કે ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ અને જોઝિલા પાસ વિસ્તારમાં મોસમની પહેલી બરફબારી થતાં જ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પહાડી શિખરો પર બરફની ચમક પથરાતાં જ નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે, જેને કેમેરામાં કંડારવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ઊંચાણવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. આ પ્રથમ બરફબારીથી પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ, હોટેલ માલિકો અને ગાઈડોમાં નવી આશાનો સંચાર થયો છે. શિયાળાની શરૂઆત સાથે જ પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતાને પગલે સમગ્ર કાશ્મીર ઘાટીમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
