તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
કાશ્મીરની દિવાલો પર 'પાક' પ્રચારની એન્ટ્રી: શાહબાઝ શરીફના પોસ્ટરોથી ડોડામાં હડકંપ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
ઈરાન-અમેરિકા વિવાદમાં પાકિસ્તાનની ભૂમિકાના ગુણગાન ગાતા પોસ્ટરો ડોડામાં દેખાતા ખળભળાટ : વાયરલ વીડિયોએ ઊંઘ હરામ કરી: પોલીસ તપાસમાં મોટો ખુલાસો: આ વાસ્તવિકતા છે કે AI દ્વારા ફેલાવવામાં આવેલું 'ડિજિટલ ઝેર'?

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક રહસ્યમયી પોસ્ટરે શાંતિના વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો છે. પુલ ડોડા વિસ્તારમાં એક દિવાલ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના ફોટાવાળા પોસ્ટરો જોવા મળ્યા છે. 'જમ્મુ કાશ્મીર યુથ મૂવમેન્ટ' નામની કથિત સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા આ પોસ્ટરમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને ઘટાડવા બદલ પાકિસ્તાનના વખાણ કરવામાં આવ્યા છે. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારની ગતિવિધિ સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર મૂકાઈ ગઈ છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં પાકિસ્તાન તરફી નારા અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા શબ્દો લખેલા પોસ્ટરો સ્પષ્ટ દેખાતા હતા. ડોડા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને IPCની કલમ 353(1) હેઠળ FIR નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે ઘટનાસ્થળેથી હજુ સુધી ભૌતિક રીતે કોઈ પોસ્ટર મળી આવ્યું નથી. આથી, તપાસ હવે એ દિશામાં વળી છે કે શું આ ખરેખર જમીની હકીકત છે કે પછી કોઈ તોફાની તત્વોએ એડિટિંગ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરીને ભય ફેલાવવા માટે આ નકલી વીડિયો બનાવ્યો છે.
ડોડાના DSP કૃષ્ણ રતને જણાવ્યું હતું કે પોલીસ આ વીડિયોના જીઓ-ટેગ લોકેશનની તપાસ કરી રહી છે જેથી ચોક્કસ સ્થાન જાણી શકાય. સુરક્ષા દળો એ પણ શોધી રહ્યા છે કે આ પાછળ કયા સ્થાપિત હિતોનો હાથ છે જેઓ કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે. હાલમાં આ વિસ્તારમાં કોઈની અટકાયત કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં આ રીતે પાકિસ્તાની નેતાઓના 'પ્રેમ'ના પોસ્ટરો દેખાવા એ પ્રશાસન માટે એક મોટો પડકાર છે, કારણ કે તે સામાન્ય જનતામાં અફરાતફરી પેદા કરી શકે છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
