તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે લીધા સાત ફેરા !
રોયલ અંદાજમાં સામે આવી લગ્નની પહેલી તસવીર, ૧૧.૧૧ કેપ્શને ખેંચ્યું સૌનું ધ્યાન

લંડન, તા.૧૩: ક્રિકેટ અને સંગીત જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલકિન કાવ્યા મારન અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. બંનેની લગ્નની પહેલી તસવીર સામે આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં નવપરિણીત જોડીનો રોયલ અંદાજ અને તેમની ખાસ પળોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે તસવીર સાથે લખવામાં આવેલું 'My once in a lifetime, for a lifetime' કેપ્શન પણ ચર્ચાનો વિષય બન્યું છે.
કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તસવીર વાયરલઃ સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરમાં કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદર એકબીજાનો હાથ પકડીને ફૂલોની વર્ષા વચ્ચે આગળ વધતાં જોવા મળે છે. આસપાસ સફેદ અને પીળા ફૂલોથી સજાવેલો ભવ્ય મંડપ લગ્નના માહોલને વધુ આકર્ષક બનાવે છે. બંનેના ચહેરા પર ખુશી અને સાદગીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદ ચાહકોમાં લગ્નની વધુ વિગતો જાણવાની ઉત્સુકતા વધી છે.
અનિરુદ્ધ રવિચંદરનો ક્લાસિક અને રોયલ લુક
લગ્નના ખાસ પ્રસંગે અનિરુદ્ધ રવિચંદરે પરંપરાગત ભારતીય પોશાકને પસંદગી આપી હતી. તેણે આઇવરી રંગનો કુર્તો અને તેની સાથે મેચિંગ વેષ્ટી પહેરી હતી. આ આઉટફિટ ઉપર ગોલ્ડન ડિટેઇલિંગ અને બારીક એમ્બ્રોઇડરીવાળું લોંગ જેકેટ તેના લુકને શાહી અંદાજ આપી રહ્યું હતું. સાદગીની સાથે ક્લાસિક સ્ટાઇલનું આ મિશ્રણ તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું.
કાવ્યા મારન પિંક લહેંગામાં લાગી સુંદરઃ બીજી તરફ, કાવ્યા મારનનો બ્રાઇડલ લુક પણ ચર્ચામાં છે. તેણે બ્લશ પિંક રંગનો સુંદર લહેંગો પહેર્યો હતો, જેના પર બારીક એમ્બ્રોઇડરી અને સિક્વિન વર્ક કરવામાં આવ્યું હતું. મેચિંગ બ્લાઉઝ સાથે તેણે ગળામાં હેવી ચોકર નેકલેસ અને કાનમાં સુંદર ઇયરરિંગ્સ પહેર્યાં હતાં.
ખુલ્લા અને વેવી હેરસ્ટાઇલ સાથે કાવ્યાનો આખો લુક એકદમ રોયલ અને ગ્રેસફુલ લાગી રહ્યો હતો. તેના બ્રાઇડલ આઉટફિટની પસંદગીએ ફેશનપ્રેમીઓનું પણ ધ્યાન ખેંચ્યું છે.
‘૧૧.૧૧' અને ખાસ કેપ્શનની થઈ રહી છે ચર્ચાઃ લગ્નની તસવીર સાથે લખવામાં આવેલી ઁMy once in a lifetime, for a lifetime' લાઇન સોશિયલ મીડિયા પર ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ શબ્દો જીવનમાં એકવાર મળતા અને આખી જિંદગી સાથ નિભાવનારા પ્રેમને સુંદર રીતે વ્યક્ત કરે છે.
આ ઉપરાંત તસવીર સાથે જોડાયેલું '૧૧.૧૧' પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ખાસ આંકડા પાછળનું મહત્વ શું છે તે જાણવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ક્રિકેટ અને સંગીત જગતની ચર્ચિત જોડીઃ કાવ્યા મારન IPL દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની મેચોમાં પોતાની હાજરી અને ટીમને આપેલા સમર્થનને કારણે સતત ચર્ચામાં રહે છે. બીજી તરફ અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકારોમાંના એક છે. તેના સંગીતે અનેક ફિલ્મોને લોક‘'યિતા અપાવી છે.
આવી સ્થિતિમાં બંનેના લગ્નના સમાચાર ક્રિકેટ અને મનોરંજન જગતના ચાહકો માટે રસપ્રદ બની રહ્યા છે. હવે લોકો આ ખાસ પ્રસંગની વધુ તસવીરો અને લગ્ન સાથે જોડાયેલી વિગતોની રાહ જોઈ રહ્યા છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
