<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

થોડી તો મર્યાદા રાખોઃ ટ્રેનમાં બધાની સામે કપલની ગંદી હરકત

વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની વચ્‍ચે ચર્ચામાં આવ્‍યો

નવી દિલ્‍હી તા.૨૨: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણને ક્‍યારેક ને ક્‍યારેક એવો નજારો જોવા મળી જાય છે, જે લોકોનું ધ્‍યાન ખેંચી લે છે. ક્‍યારેક સીટને લઈ ઝઘડો થતો હોય છે, તો ક્‍યારે યાત્રીની વિચિત્ર હરકતને કારણે ચર્ચામાં આવે છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની વચ્‍ચે ચર્ચામાં આવ્‍યો છે. વીડિયોમાં એક મહિલા ટ્રેનની અંદર એક કપલના વ્‍યવહારને લઈ સવાલ કરતી દેખાય છે. મહિલાના આ રિએક્‍શને લોકોનું ધ્‍યાન પોતાના તરફ ખેંચી લીધું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કપલ ટ્રેનમાં એકબીજાની ખૂબ જ નજીક બેસીને વાંધાજનક હરકતો કરતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન ત્‍યાં હાજર એક મહિલા તેમની પાસે જાય છે અને ટ્રેન જેવી સાર્વજાનિક જગ્‍યા પર આ પ્રકારના વ્‍યવહારથી બીજા મુસાફરો અસહજ થાય છે. વીડિયોમાં મહિલાનો અંદાજ ખૂબ જ કડક દેખાઈ રહ્યો છે. તે કપલ સાથે નારાજગી વ્‍યક્‍ત કરે છે અને જાહેર જગ્‍યાની મર્યાદાનું ધ્‍યાન રાખવાની વાત કહેતી દેખાય છે. આજુબાજુમાં બેઠેલા અમુક યાત્રી આ સમગ્ર ઘટનાક્રમને જોતા રહે છે.

વાયરલ થયો વીડિયો આ વીડિયોને એક્‍સ પર @DesiMemesTweets નામના અકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે. શેર કરતા આ જ વીડિયો તરત વાયરલ થઈ ગયો. આ લખાય છે ત્‍યાં સુધીમાં ૩૦ લાખથી વધારે લોકો જોઈ ચૂક્‍યા છે અને ૩ હજારથી વધારે લોકોએ તેને લાઈક પણ કર્યું છે. આ સમગ્ર મામલા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લોકોએ મહિલાના આ કામનું સમર્થન કરતા કહ્યું કે, જાહેર જગ્‍યા પર દરેક વ્‍યક્‍તિને આજુબાજુના લોકોની સુવિધા અને પર્સનલ મર્યાદાઓનું ધ્‍યાન રાખવું જોઈએ. વળી અમુક લોકોનું માનવું છે કે આવી સ્‍થિતિમાં કોઈને ટોકવાની રીત પણ શાંત અને સન્‍માનજનક હોવી જોઈએ. આ જ કારણ છે કે વીડિયોને લઈ લોકોની વચ્‍ચે અલગ અલગ મત જોવા મળી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, જાહેર જગ્‍યા પર પર્સનલ સંબંધો અને વ્‍યવહારને લઈ હંમેશા ચર્ચા થતી હોય છે. ટ્રેન, બસ, મેટ્રો અથવા કોઈ અન્‍ય જાહેર જગ્‍યા પર અલગ અલગ પ્રકારના લોકો મુસાફરી કરતા હોય છે. આવા સમયે યાત્રીઓ પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાના આજુબાજુના લોકોની સુવિધા અને વ્‍યક્‍તિગત મર્યાદાઓનું પણ ધ્‍યાન રાખે. વળી કોઈના વ્‍યવહાર પર વાંધો ઉઠાવતી વખતે વાતચીતની રીત પણ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. જો કોઈ વાતથી અસહજતા અનુભવાય છે તો શાંત રીતે પોતાની વાત રજૂ કરી સ્‍થિતિને બગડતી બચાવી શકાય.

(10:06 AM IST)