તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા પર ટિપ્પણી બદલ કેજરીવાલ અને સિસોદિયાની મુશ્કેલી વધીઃ હાઈકોર્ટે ફટકારી નોટિસ
ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા યુદ્ધ છેડવું AAP નેતાઓને ભારે પડયું

નવી દિલ્હી, તા.૧૯: રાજકીય નિવેદનબાજી જ્યારે ન્યાયતંત્રના ઉંબરે પહોંચે ત્યારે પરિણામો ગંભીર હોય છે, અને દિલ્હી હાઈકોર્ટે આપ નેતાઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરીને આ વાત સાબિત કરી દીધી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચલાવવામાં આવેલા કથિત દુષ્પ્રચાર અને એડિટેડ વીડિયોના મામલે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. હવે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ ન્યાયતંત્રના સન્માનને ઠેસ પહોંચાડવા બદલ કોર્ટમાં જવાબ દેવો પડશે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક્સાઈઝ પોલિસીના કેસમાં ન્યાયિક પ્રક્રિયા ચાલતી હતી અને તે દરમિયાન જસ્ટિસ શર્માના એક ભાષણનો તોડી-મરોડીને રજૂ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ શર્માએ પોતે આ બાબતની ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, કાનૂની લડાઈ લડવાને બદલે જજની વ્યક્તિગત છબી ખરડવા માટે ગણતરીપૂર્વકનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયાધીશની નિષ્ઠા પર સવાલ ઉઠાવતી પોસ્ટ્સ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ ન્યાયિક સંસ્થાની ગરિમા પરનો હુમલો છે.
જસ્ટિસ નવીન ચાવલા અને રવિન્દર દુડેજાની બેન્ચે આ મામલે આમ આદમી પાર્ટીના અડધો ડઝન નેતાઓને ચાર અઠવાડિયામાં લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. આગામી ૪ ઓગસ્ટના રોજ થનારી સુનાવણીમાં નક્કી થશે કે આ નેતાઓ વિરુદ્ધ ફોજદારી અવમાનનાનો કેસ ચાલશે કે નહીં. રાજકીય વર્તુળોમાં આ નોટિસને લઈને ભારે ચર્ચા જાગી છે, કારણ કે આ કેસમાં માત્ર ટિપ્પણીઓ જ નહીં, પણ ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા ન્યાયતંત્રને પ્રભાવિત કરવાના પ્રયાસનો પણ આરોપ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
