<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

કેરળની બીમાર હાથણી માયાને સારવાર માટે જામનગરના વનતારા એરલિફ્ટ કરાઈ

18 મહિનાની હાથણી માયાને અનેક ફ્રેક્ચર અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ:જામનગરના વનતારા ખાતે એરલિફ્ટ કરાતા તેને 24 કલાક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર મળશે

કેરળની 18 મહિનાની હાથણી માયા અનેક ફ્રેક્ચર અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેને વધુ સારી સારવાર માટે અભયારણ્યમથી ગુજરાતના જામનગર સ્થિત વનતારા ખાતે ખસેડવામાં આવી છે. કેરળના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડૉ. પી. પુગાઝેંધી (IFS)એ પશુચિકિત્સા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 5 નવેમ્બર, 2026ના રોજ માયાને ખસેડવાનો આદેશ આપ્યો હતો.

કેરળ વન વિભાગ દ્વારા ઘણા મહિનાઓ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત 24 કલાક તેની દેખરેખ રાખવામાં આવતી હતી. તેમ છતાં તેની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારી સારવાર માટે વનતારા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વનતારા ખાતે માયાને સઘન સારવાર આપવામાં આવશે. ત્યાં પશુચિકિત્સકોની એક વિશેષ ટીમ તેની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને આગળની સારવારના વિકલ્પો અંગે નિર્ણય લેશે.

ગયું હતું અને માયા પાછળ રહી ગઈ હતી. તે સમયે હાથણી ખૂબ જ નબળી હતી અને ગંભીર ડિહાઇડ્રેશનનો શિકાર બની હતી. તેને માતાનું પ્રથમ દૂધ પણ મળી શક્યું નહોતું.

જોકે, તેની માતા પાછી ન ફરતાં વન વિભાગે માયાને બચાવીને અભયારણ્યમ ખાતે લાવવાનો નિર્ણય કર્યો હતો. માયા કુદરતી રીતે દૂધ પી શકતી ન હોવાથી વન અધિકારીઓએ તેની 24 કલાક સંભાળ રાખવાની વ્યવસ્થા કરી હતી.

માયાની સંભાળ માટે આસિસ્ટન્ટ ફોરેસ્ટ વેટરનરી ઓફિસર ડૉ. બિનોય સી. બાબુ અને વન કર્મચારીઓની ટીમે ઘણી મહેનત કરી હતી. શરૂઆતના એક વર્ષ સુધી માયાને સતત સારવાર આપવામાં આવી હતી.

જોકે, 2 જુલાઈ, 2026ના રોજ રમતી વખતે માયા પડી ગઈ હતી, જેના કારણે તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. આ ઘટનાથી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ સતત સારવાર, ફિઝિયોથેરાપી અને શારીરિક વિકાસ માટેનાં સપ્લિમેન્ટ્સ આપવા છતાં તેની તબિયતમાં સુધારો થયો નહોતો.

ઓક્ટોબરના અંત સુધીમાં તેને ઊભા થવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી. આ દરમિયાન તે માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતી હતી.

પૂકોડ સ્થિત કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસના ડૉ. દિનેશ પી.ટી.એ 24 ઓક્ટોબરના રોજ માયાની તપાસ કરી હતી. તપાસનો રિપોર્ટ ચિંતાજનક હતો. માયાના શરીરમાં અનેક ફ્રેક્ચર, હાડકાંની ગંભીર નબળાઈ, છાતીમાં ચેપ અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પડ્યા રહેવાને કારણે શરીર પર ઘા જોવા મળ્યા હતા. તબીબોએ તેની સ્થિતિ ગંભીર ગણાવી હતી. ત્યારબાદ નિષ્ણાતોએ તેને વનતારા મોકલવાની સલાહ આપી હતી.

સારવારના અન્ય વિકલ્પો શોધવા માટે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને 1 નવેમ્બરના રોજ વનતારાની વેટરનરી ટીમ સાથે ચર્ચા કરી હતી. ટીમે માયાના મેડિકલ રેકોર્ડ, એક્સ-રે અને બ્લડ રિપોર્ટની તપાસ કરી હતી.

4 નવેમ્બરના રોજ મેડિકલ બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં વન વિભાગના અધિકારીઓ, આસામના હાથી નિષ્ણાત અને પશુચિકિત્સક પદ્મશ્રી ડૉ. કુશલ કુંવર શર્મા તેમજ વનતારાના પશુચિકિત્સક સલાહકારો સામેલ થયા હતા.

ડૉ. શર્માએ માયાની સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓની ઓળખ કરી હતી અને જણાવ્યું હતું કે તેની સારવાર શક્ય છે. તેમણે માયાને વિશેષ સંભાળ માટે વનતારા મોકલવાની ભલામણ કરી હતી. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરના વડા પશુચિકિત્સક ડૉ. યદુરાજ ખાડપેકરે પણ આ ભલામણને સમર્થન આપ્યું હતું.

મેડિકલ બોર્ડે સર્વસંમતિથી માયાને વનતારા મોકલવાનો નિર્ણય લીધો હતો અને 5 નવેમ્બરના રોજ તેના ટ્રાન્સફરના આદેશ જારી કરવામાં આવ્યા હતા.

(7:23 PM IST)