તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ખડગેની ફરી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત
ઉપરાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

નવી દિલ્હી તા.૩૦: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર રાજ્યસભામાં વિપક્ષના નેતા બની ગયા છે. ૨૫ જૂન ૨૦૨૬ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થતાં તેઓ આ પદ પરથી હટી ગયા હતા. જોકે, કર્ણાટકથી રાજ્યસભામાં પુનઃ ચૂંટાયા બાદ સોમવારે તેમણે સભ્ય તરીકે શપથ લીધા હતા, જે સાથે જ સત્તાવાર રીતે તેમને ફરી આ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યસભાના મહાસચિવ પી.સી.મોદી દ્વારા જાહેર કરાયેલા સંસદીય બુલેટિન અનુસાર, ખડગેને ૨૬ જૂન-૨૦૨૬થી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ફરી માન્યતા આપવામાં આવી છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગેને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સાથે જ તેમણે ઉચ્ચ સદનમાં વિપક્ષના નેતા તરીકેની પોતાની જવાબદારીઓ ઔપચારિક રીતે સંભાળી લીધી છે.
સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા આ ઘટનાક્રમ ઘણો મહત્વનો માનવામાં આવે છે. ખડગેએ આ પદને ગર્વ અને મોટી જવાબદારી ગણાવતા ઇન્ડિયા બ્લોકના તમામ વિપક્ષી પક્ષોનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સત્રમાં વિપક્ષ વધુ સારા તાલમેલ સાથે જનતાના મુદ્દાઓ ઉઠાવશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
