તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ આપ્યો મોટો રાજકીય સંકેત, રાજકોટમાં કહ્યું - "2027માં રામ-રામ", સમાજના હિતમાં યોગ્ય સમયે લેવાશે નિર્ણય
પાટીદાર સમાજના અગ્રણી નેતા નરેશ પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ, સમાજના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા ચાલુ, 2022માં રાજકારણમાં પ્રવેશની અટકળો બાદ ફરી રાજકીય ગરમાવો

રાજકોટ, તા. 23 : ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નેતા નરેશ પટેલે 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે "2027માં રામ-રામ" કહીને રાજકીય સંકેત આપ્યા છે.
નરેશ પટેલે જણાવ્યું કે 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ સમાજના લોકો સાથે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. સમય આવ્યે સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો તેજ બની હતી. ખોડલધામના ચેરમેન તરીકે પાટીદાર સમાજમાં તેમનું મોટું વર્ચસ્વ છે અને તેમના નિવેદનને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
"રામ-રામ"ના ઉલ્લેખને લઈને રાજકીય વિશ્લેષકો અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે. નરેશ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે યોગ્ય સમયે બધું જ સ્પષ્ટ થઈ જશે. હાલ માત્ર એટલું જ કહીશ કે સમાજ માટે જે સારું હશે તે નિર્ણય લેવાશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
