તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
કિમ કાર્દાશિયને પહેર્યા એવા ચશ્મા કે લોકો બોલ્યા- ‘આ તો એલિયન છે!’, સોશિયલ મીડિયા પર ફેન્સ ઉડાવી રહ્યા છે જોરદાર ખીલ્લી
પાપારાઝીના કેમેરાની ફ્લેશથી બચવા હોલીવુડ સેલિબ્રિટીએ ધારણ કર્યો અજીબોગરીબ અવતાર: કોઈએ મોટરસાઇકલના હેલ્મેટ સાથે તો કોઈએ ‘ક્રિશ’ના માસ્ક સાથે કરી સરખામણી

મુંબઈ, તા.૨૨: આંતરરાષ્ટ્રીય રિયાલિટી સ્ટાર અને ફેશન આઇકોન કિમ કાર્દાશિયન (Kim Kardashian) ઇન્ટરનેટ પર કઈ રીતે લાઇમલાઇટ મેળવવી તે ખૂબ જ સારી રીતે જાણે છે. ઘણીવાર પોતાના હોટ અને બોલ્ડ આઉટફિટ્સથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનારી કિમ આ વખતે કપડાંના કારણે નહીં, પરંતુ તેના ચહેરા પર લગાવેલા એક અજીબોગરીબ ચશ્માના કારણે જોરદાર ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં જ કિમ એક એવા નાટકીય લુકમાં બહાર નીકળી હતી કે જેને જોઈને લોકો પોતાની હસી રોકી શક્યા ન હતા.
અડધો ચહેરો ઢંકાઈ જાય તેવા વિશાળ સનગ્લાસ!
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિમ કાર્દાશિયન એક શાનદાર એનિમલ-પ્રિન્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. કમર પર બ્લેક રિબન બેલ્ટ અને ક્લાસિક બ્લેક હીલ્સ સાથે તેનો ડ્રેસિંગ લુક ઘણો આકર્ષક હતો. પરંતુ આ આખા લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું કોઈ તત્વ હોય તો તે તેના વિશાળ ‘વિઝર-સ્ટાઈલ’ સનગ્લાસ (ચશ્મા) હતા. આ ચશ્મા એટલા મોટા કદના હતા કે તેનાથી કિમનો અડધાથી વધુ ચહેરો કમ્પ્લીટલી ઢંકાઈ ગયો હતો.
પાપારાઝીથી બચવાનો જુગાડ બન્યો મીમ મટિરિયલ
રિપોર્ટ્સ અનુસાર, કિમ કાર્દાશિયને આ ચશ્મા કોઈ ફેશન સ્ટેટમેન્ટ માટે નહીં, પરંતુ પાપારાઝી (મીડિયા ફોટોગ્રાફર્સ) ના કેમેરાની આંખો અંજી નાખતી તીવ્ર ફ્લેશ લાઈટોથી બચવા માટે પહેર્યા હતા. જો કે, કિમનો આ જુગાડ ઇન્ટરનેટ યુઝર્સ માટે ભારે રમુજનું કારણ બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ચશ્માની તુલના બાઇકના હેલ્મેટથી લઈને સાયન્સ ફિક્શન મૂવીના પ્રોપ્સ સાથે કરી રહ્યા છે.
નેટીઝન્સે લીધી જોરદાર ચપટી, ‘ક્રિશ’ના માસ્ક સાથે થઈ સરખામણી
કિમના આ લુક પર ટિપ્પણીઓનો પૂર આવ્યો છે. એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું, "આ મારા મોટરબાઈકના હેલ્મેટનું આગળનું પ્લાસ્ટિક (વિઝર) છે," જ્યારે બીજાએ લખ્યું, "તે બિલકુલ એલિયન જેવી દેખાઈ રહી છે." આ મીમ ફેસ્ટમાં ભારતીય બોલિવૂડ ફેન્સ પણ પાછળ ન રહ્યા. ઘણા ભારતીય યુઝર્સે કિમના આ ભવિષ્યવાદી ચશ્માની સરખામણી રિતિક રોશનની સુપરહિટ ફિલ્મ 'ક્રિશ'ના પ્રખ્યાત બ્લેક માસ્ક સાથે કરી દીધી હતી. હાલમાં કિમનો આ ‘એલિયન લુક’ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
