<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્‍લામાં એક બે નહીં પણ ૭ પતિ રાખી શકે છે પત્‍ની

રાત-દિવસના હિસાબથી પ્રેમની વહેંચણી થાયઃ તમામ પતિઓને બરાબરનો અધિકાર અને પ્રેમ આપે છે

લાહોલ  તા.૨૦: જ્‍યારે આપણે લગ્નની વાત કરીએ છીએ તો મોટા ભાગે એક પતિ અને એક પત્‍નીના મિલન વિશે વિચારતા હોઈએ છીએ. પણ ભારતમાં અમુક વિસ્‍તાર એવા પણ છે, જ્‍યાં એક મહિલા કેટલાય પતિઓ સાથે વૈવાહિક જીવન વિતાવે છે. આ બહુપતિ પ્રથા મુખ્‍યત્‍વે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્‍લા, લાહોલ સ્‍પીતિ, જાૈનસાર-બાવર (ઉત્તરાખંડ) અને લદ્દાખના અમુક વિસ્‍તારમાં જોવા મળે છે.

આ મહિલા ૨થી ૭ ભાઈઓ સાથે લગ્ન કરી શકે છે અને તમામ પતિઓને બરાબરનો અધિકાર અને પ્રેમ આપે છે. આ પરંપરા મહાભારતકાળ સાથે જોડવામાં આવે છે. જેમ કે દ્રૌપદી પાંચ પાંડવોની પત્‍ની હતી, એવી જ રીતે કિન્નૌર વિસ્‍તારના લોકો ખુદને પાંડવના વંશજો માને છે. જો કે આ ઐતિહાસિક દાવો વિવાદાસ્‍પદ છે. પણ પરંપરા આજે પણ અમુક ગામડામાં ચાલે છે.

કિન્નૌર હિમાચલ પ્રદેશનો એક અંતરિયાળ ટ્રાંસ-હિમાલયન જિલ્‍લો છે, જે તિબ્‍બતની સરહદથી અડીને આવેલો છે. અહીં ફ્રેટરનલ પોલિએંડ્રી સૌથી સામાન્‍ય છે, એટલે કે એક મહિલા કેટલાય ભાઈ સાથે લગ્ન કરે છે. તેનો ઉદ્દેશ્‍ય મુખ્‍યત્‍વે જમીન અને સંપત્તિની વહેંચણીથી બચવાનો છે. જો અલગ અલગ લગ્ન થાય તો ખેતી નાની નાની થઈ જાય, જેનાથી પરિવારની આર્થિક સ્‍થિતિ નબળી થઈ જાય છે. સ્‍થાનિક પરંપરા અનુસાર, સૌથી મોટા ભાઈના લગ્ન થાય છે અને નાના ભાઈ પણ તેની પત્‍નીને સ્‍વીકાર કરે છે.

મહિલાને તમામ પતિઓને બરાબર સન્‍માન મળે છે. પ્રેમ અને સમયને દિવસ અથવા રાતના હિસાબથી વહેંચવામાં આવે છે. પતિ ભાઈઓમાં ઈર્ષ્‍યા થતી નથી. પણ પરિવારને એકજૂટ રાખવાની ભાવના થાય છે. અમુક જૂના રિપોર્ટ્‍સ અને અધ્‍યયનોમાં જણાવ્‍યું કે એક મહિલાના ૭ પતિ સુધી હોઈ શકે છે. જો કે આજકાલ ૨-૪ પતિઓવાળા લગ્ન વધારે સામાન્‍ય છે.

કેવી રીતે ચલાવે છે પરિવારનું ગુજરાનઃ સંપત્તિનો અધિકાર- તમામ ભાઈ એક સાથે માલિક હોય છે. બાળકોને તમામ પતિના દીકરા માનવામાં આવે છે. વંશનું નામ મોટા ભાઈ અથવા પરિવારના નામથી ચાલે છે. પત્‍ની ઘરની મુખ્‍ય વ્‍યવસ્‍થા સંભાળે છે. પતિ અલગ અલગ કામોમાં લાગેલા રહે છે. ખેતી, વેપાર અથવા નોકરીમાં જોડાયેલા હોય છે. ગામની પંચાયત અને રીતિ-રિવાજ આ પ્રથાને માન્‍યતા આપે છે. લગ્નમાં વિશેષ અનુષ્ઠાન હોય છે.

આ પ્રથામાં મહિલાઓને ઘરમાં ખૂબ જ અધિકાર મળે છે. તે નિર્ણયો લેવામાં ભાગ લે છે અને પરિવારની આર્થિક જવાબદારી પણ સંભાળે છે. કેટલાય અધ્‍યયનોમાં કહેવાયું છે કે અહીં મહિલાઓની સ્‍થિતિ અન્‍ય પહાડી વિસ્‍તારની તુલનામાં સારી હોય છે, કેમ કે તેને કેટલાય પતિનો સપોર્ટ મળે છે. જો કે આધુનિક સમયમાં યુવા પેઢી આ પ્રથાની વિરુદ્ધ છે અને મોનોગમી તરફ ઝુકી રહી છે. અન્‍ય વિસ્‍તારમાં જ્‍યાં આ પ્રથા છે, તેમાં જાૈનસાર, બાવર સામેલ છે. અહીં પણ પોલીએન્‍ડ્રી જોવા મળે છે. આ ઉપરાંત લદ્દાખ અને જાંસ્‍કર, તમિલનાડુના ટોડા જનજાતિ અને હિમાચલના સિરમૌર જિલ્‍લામાં પણ આવા કિસ્‍સા જોવા મળે છે.

 

(10:32 AM IST)