News of Friday, 1st May 2026
રસોડું ગુજરાતમાં તો ઓટલો મહારાષ્ટ્રની હદમાં
સોનગઢના ગાઇસવારની મહિલાનું સીમાઓનો ભેદ મિટાવતું અનોખું ઘર : લોકોમાં અચરજ છે કે ઘરની મધ્યમાંથી બે રાજ્યોની સરહદ પસાર થાય છે, ૭૦ વર્ષીય વૃદ્ધા ગુજરાતની નાગરિક

મુંબઈ,તા.૧: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ લોકોની જિદગી પરના અનેક ગામો ભલે નકશામાં અલગ હોય, પરંતુ જમીની સ્તરે અહીંના દી બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડાના ગાઇસવાર ગામમાં એક એવું અચરજ પમાડતું ઘર આવેલું છે, જેની મધ્યમાંથી બે રાજ્યોની સરહદ પસાર થાય છે. આ કાચા ઘરમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા મગનીબેન હાટિયા ગામીતનું જીવન આજે સોશિયલ મીડિયા અને પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે
આ ઘરની ભૌગોલિક સ્થિતિ એટલી અનોખી છે કે ઘરનો અડધો ભાગ ગુજરાતના ગાઈસવારમાં છે, જ્યારે બાકીનો ભાગ મહારાષ્ટ્રના ખોખરવાડા ગામની હદમાં આવે છે. મગનીબેન જ્યારે રસોઈ બનાવે છે ત્યારે તેઓ ટેકનિકલી ગુજરાતમાં હોય છે, પરંતુ જ્યારે તેઓ જમવા માટે ઓટલા પર બેસે છે ત્યારે તેઓ મહારાષ્ટ્રની
સરહદમાં પ્રવેશી ચૂકયા હોય છે. આદિવાસી સમાજમાંથી આવતા મગનીબેન તેમના પતિના અવસાન બાદ છેલ્લા ઘણા વર્ષોથી અહીં એકલવાયું અને ખેતીવાડી પર નભતું જીવન વિતાવી રહ્યા છે. બે રાજ્યોની સીમાઓ તેમના ઘરને વિભાજિત કરતી હોવા છતાં, તેમનો આત્મવિશ્વાસ અતૂટ છે.
મહિલા ગુજરાત સરકાર પાસેથી પેન્શન, રાશન મેળવે છે
મગનીબેન ભલે બે રાજ્યોની સરહદ પર રહેતા હોય, પણ દસ્તાવેજી રીતે તેઓ ગુજરાતના ગર્વિત નાગરિક છે. તેમની પાસે ગુજરાતનું ઓળખ કાર્ડ છે અને તેઓ નિયમિત મતદાન કરે છે. ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજના અને રાશનનો લાભ તેમને મળે છે. ગાઇસવાર ગામના સરપંચના જણાવ્યા મુજબ, મગનીબેન નિયમિતપણે પંચાયતનો વેરો ભરે છે અને ગામની તમામ સામાજિક ગતિવિધિઓમાં સક્રિય રહે છે. ગુજરાત સ્થાપના દિવસના અવસરે આ ઘર એક જીવંત ઉદાહરણ પુરું પાડે છે કે ભલે વહીવટી કારણોસર રાજ્યોની સીમાઓ અંકિત કરવામાં આવી હોય, પરંતુ સામાન્ય માનવી માટે તો ધરતીનો આ ટુકડો માત્ર 'ઘર' છે. બે રાજ્યોની સરહદ વચ્ચે વસેલું આ નાનકડું ઘર અને મગનીબેનનો સ્મિતભર્યો ચહેરો આજે સમગ્ર તાપી જિલ્લા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
