<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

પન્નાની હીરાની ખાણમાંથી બીજી વખત મળ્‍યો ‘કોહિનૂર'

હીરાની અંદાજિત કિંમત ૨ કરોડથી અઢી કરોડ છેઃ જોકે તેની વાસ્‍તવિક કિમત કટિંગ અને પોલિશિંગ બાદ જ નક્કી થશે : પન્નાના મઝગવાંમાં ખોદકામ દરમિયાન NMDCને અત્‍યાર સુધીમાં સોૈથી શ્રેષ્‍ઠ ગુણવત્તાવાળો હીરો મળ્‍યો છે

પન્નાઃ તા.૧૮: મધ્‍ય પ્રદેશના પન્નામાં નેશનલ મિનરલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (NMDC) ને અત્‍યાર સુધીનો બીજો શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતો હીરો મળ્‍યો છે. આ ૨૭.૨૯ કેરેટનો છે, અને આ હીરાની અંદાજિત કિમત ૨ કરોડથી અઢી કરોડ છે. જોકે તેની વાસ્‍તવિક કિમત કટિગ અને પોલિશિગ બાદ જ નક્કી થશે. આ હીરો સર્વોચ્‍ચ ગુણવત્તા ધરાવતો હીરો છે. ૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ મળી આવેલા આ હીરાએ જુલાઈ ૨૦૨૬માં મળેલા ૧૩.૧૬ કેરેટના હીરાનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે.

પન્નાની રત્‍ન-સમૃદ્ધ ભૂમીએ ફરી એકવાર કિમતી અને શ્રેષ્ઠ ગુણવત્તાનો હીરો આપ્‍યો છે. જુલાઈ ૨૦૨૬માં આ પ્રોજેક્‍ટમાંથી ૧૩ કેરેટનો હીરો મળ્‍યો હતો અને હવે ૨૭ કેરેટનો આ હીરો મળી આવ્‍યો છે. NMDC માઇનિગ પ્રોજેક્‍ટે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. આ વર્ષે જુલાઈ અને સપ્‍ટેમ્‍બર મહિનામાં કંપનીને સતત હીરા મળી રહ્યા છે.

NMDC એશિયાની સૌથી મોટી યાંત્રિક (મશીન-આધારિત) હીરા ખનન પરિયોજના છે. અહીં સંપૂર્ણપણે મશીનો દ્વારા જ હીરાની શોધખોળ કરવામાં આવે છે. ફપ્‍ઝઘ્‍ પ્રોજેક્‍ટના ણ્‍ય્‍ વિભાગના કે.એન. સિહે જણાવ્‍યું હતું કે, ‘‘૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ NMDC હીરા ખનન પ્રોજેક્‍ટમાં ૨૭.૨૯ કેરેટનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળો હીરો મળી આવ્‍યો છે.''

NMDCને ૨૦૧૦માં મઝગવાં ખાણમાંથી સૌથી મોટો હીરો મળ્‍યો હતો,જેનું વજન ૩૪.૩૭ કેરેટ હતું અને તે ૩.૨ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્‍યો હતો. ૧૬ વર્ષના અંતરાલ બાદ આ બીજા ક્રમનો સૌથી મોટો હીરો મળી આવ્‍યો છે. મઝગવાં ખાતેના NMDCના સ્‍થળ ઉપરાંત, સ્‍થાનિક રહેવાસીઓ પણ આસપાસના વિસ્‍તારોમાં ખોદકામ માટે જમીન લીઝ પર લે છે અને તેમને પણ વારંવાર હીરા મળે છે અને આમ પન્નામાં ઘણા શ્રમિકોની કિસ્‍મત પણ બદલાઈ ગઈ છે.

પન્નામાં હીરા ખનનનો પ્રોજેક્‍ટ૧૯૭૧-૭૨થી કાર્યરત છે. પન્ના શહેરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર મઝગવાં ખાતે આ પરિયોજન સંચાલિત છે. વર્ષ ૨૦૨૧માં આ પ્રોજેક્‍ટ અટકાવી દેવામાં આવ્‍યો હતો, કારણ કે તેની ચારે તરફ પન્ના ટાઈગર રિઝર્વનું જંગલ વિસ્‍તરેલું છે. પરિણામે, પર્યાવરણ અને વન્‍યજીવ સંરક્ષણને લઈને આ પ્રોજેક્‍ટની મંજૂરીની મુદત સમાપ્ત થઈ ગઈ હતી. માર્ચ ૨૦૨૪માં આ પ્રોજેક્‍ટ ફરી શરૂ કરવામાં આવ્‍યો અને હવે તેને ૨૦૩૫ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

(10:14 AM IST)