<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કોલકાતા અને દક્ષિણ બંગાળમાં ભારે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ ખાબક્‍યો, રેલવે વ્‍યવહાર અને વિમાની સેવાઓ સંપૂર્ણ ખોરવાઈઃ અનેક વૃક્ષો તૂટી પડયા

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા સહિત દક્ષિણ બંગાળના મોટાભાગના વિસ્‍તારોમાં ભયંકર આંધી અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્‍યો હતો. પ્રતિકૂળ હવામાન અને મુશળધાર વરસાદને પગલે સામાન્‍ય જનજીવન સંપૂર્ણપણે અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્‍યા છે અને દ્રશ્‍યતા ઘટતા વિમાની સેવાઓ તેમજ ટ્રેન વ્‍યવહારને માઠી અસર પહોંચતા હજારો મુસાફરો રેલવે મથકો અને હવાઈમથકો પર અટવાઈ પડ્‍યા હતા.

(11:45 AM IST)