તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
કુવૈતે એપ્રિલ 2026માં ક્રુડ ઓઈલની એક પણ બેરલની નિકાસ કરી નથી: 30 વર્ષમાં પહેલી વખત આ સ્થિતિ બની
કુવૈતની ઓઈલની નિકાસ અટકી જવી તે એશિયા અને યુરોપના એનર્જી માર્કેટ માટે એક મોટા ઝાટકા હોઈ શકે

નવી દિલ્હી :મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની સ્થિતિને પગલે વૈશ્વિક બજારો પર ઘેરી અસર જોવા મળી રહી છે. ઓઈલ નિકાસર્તા દેશોના સંકઠન ઓપેક (OPEC)ના સભ્યો પૈકી એક કુવૈતે એપ્રિલ 2026માં ક્રુડ ઓઈલની એક પણ બેરલની નિકાસ કરી નથી. છેલ્લા ત્રણ દાયકાથી વધારે સમયમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કુવૈતે ક્રુડ ઓઈલની નિકાસ કરી નથી.
વર્ષ 1991માં ખાડી યુદ્ધ પૂરું થયું ત્યારબાદ આ પ્રથમ વખત આ સ્થિતિ છે કે જ્યારે કુવૈત દ્વારા એક મહિના દરમિયાન નિકાસ જીરો રહી છે.
મોનિટરિંગ ગ્રુપ TankerTrackersની વેબસાઈટ પ્રમાણે કુવૈતે એપ્રિલ દરમિયાન કોઈ જ ક્રુડ ઓઈલની નિકાસ કરવામાં આવી નથી TankerTrackers એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. જોકે દેશમાં ક્રુડ ઓઈલ ઉત્પાદન જારી છે. અહેવાલ પ્રમાણે કુવૈત પોતાના ઉત્પાદિત ઓઈલના કેટલાક સ્ટોરેજમાં રાખવામાં આવે છે. જ્યારે રિફાઈન્ડ પ્રોડક્ટ્સમાં તબદિલ કરી નિકાસ કરી રહ્યા છે.
કુવૈતની ઓઈલની નિકાસ અટકી જવી તે એશિયા અને યુરોપના એનર્જી માર્કેટ માટે એક મોટા ઝાટકા હોઈ શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહે છે તો વિશ્વભરમાં ઈંધણની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે.
મધ્ય પૂર્વમાં રહેલી સ્થિતિ તથા શિપિંગ રુટ્સ પર જે નિયંત્રણને લીધે કુવૈત ક્રુડ ઓઈલની નિકાસ કરી શકતુ નથી. વૈશ્વિક એનર્જી સપ્લાઈના પુરવઠાની લાઈફલાઈન તરીકે ઓળખાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નિયંત્રણએ ક્રુડ ઓઈલના સપ્લાઈ ચેઈનને વ્યાપક રીતે અસર કરે છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
