<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

લદ્દાખઃ જળ સંકટ નાથવા ૫૦ તળાવોનું નિર્માણ : પ્રોજેક્‍ટ હિમ સરોવરનો પ્રારંભ

ગ્‍લેશિયર પીગળવા અને આબોહવા પરિવર્તનના પડકારો સામે લદ્દાખને મળશે નવું જીવન

લદાખ, તા.૬: બરફના વહેલા પીગળવાને કારણે સર્જાતી પાણીની અછતને પહોંચી વળવા, જમીનમાં પાણી ઉતારવા અને ભૂગર્ભ જળસ્‍તર ઊંચું લાવવા આર્મી અને આઈટીબીપીના સહયોગથી મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્‍ટથી ઐતિહાસિક રીતે ખેતી અને સ્‍થાનિક જરૂરિયાતો માટે પાણીની સમસ્‍યા હલ થવાની આશા છે.

લદ્દાખમાં આબોહવા પરિવર્તન અને ગ્‍લેશિયરના સંકોચાવાને કારણે ઊભી થયેલી પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવા માટે લેફ્‌ટનન્‍ટ ગવર્નર વિનય કુમાર સક્‍સેના દ્વારા ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘પ્રોજેક્‍ટ હિમ સરોવર' લોન્‍ચ કરવામાં આવ્‍યો છે. આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ વહેલા પીગળી જતા બરફના પાણીનો સંગ્રહ કરી, તેને રોકી રાખીને જ્‍યારે સૌથી વધુ જરૂર હોય ત્‍યારે કળષિ અને સ્‍થાનિક લોકો માટે ઉપલબ્‍ધ કરાવવાનો છે.

નામ પ્રમાણે જ ‘હિમ' એટલે બરફ અને ‘સરોવર'એટલે તળાવ. આ પ્રોજેક્‍ટ અંતર્ગત લેહ અને કારગિલ જિલ્લાઓમાં ૫૦ નાના તળાવો (વોટર બોડીઝ) બનાવવામાં આવશે. આ કોઈ મોટા ડેમ નથી, પરંતુ કાળજીપૂર્વક પસંદ કરાયેલા સ્‍થળોએ બનાવેલા નાના તળાવો છે. આ તળાવો વહેતા પાણી માટે ‘પોઝ બટન'ની જેમ કામ કરશે, જે અન્‍યથા વહીને વેડફાઈ જતું હોય છે.

આ પ્રોજેક્‍ટની સૌથી મોટી ખૂબી જમીનની અંદર થતી પ્રક્રિયા છે. આ ૫૦ તળાવો માત્ર સીધી સિંચાઈ માટે નથી, પરંતુ તેમાં ભેગું થયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઊતરશે, જેનાથી ભૂગર્ભ જળસ્‍તર રિચાર્જ થશે.

આના પરિણામે સુકાઈ ગયેલા ઝરણાં ફરી જીવંત થશે અને જમીનમાં ભેજ જળવાઈ રહેશે. તળાવની આસપાસ ઘાસ, નાના વળક્ષો અને વનસ્‍પતિ ઉગશે, જેને અધિકારીઓ ‘બ્‍લુ એન્‍ડ ગ્રીન એસેટ્‍સ' તરીકે ઓળખાવે છે.

લદ્દાખના લોકો સદીઓથી ‘કુલ્‍સ' નામની વ્‍યવસ્‍થાથી ગ્‍લેશિયરનું પાણી ખેતરોમાં વાળતા હતા. પરંતુ હવે ગ્‍લેશિયર પીગળવાની અનિ?તિતાને કારણે આ પરંપરાગત વ્‍યવસ્‍થા સામે ખતરો ઊભો થયો છે.‘હિમ સરોવર'આ સદીઓ જૂના તર્કનું ૨૧મી સદીનું આધુનિક સંસ્‍કરણ છે.

આ કાર્યમાં ઇન્‍ડિયન આર્મી, ઇન્‍ડોપ્રતિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) અને બોર્ડર રોડ્‍સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) જેવી સંસ્‍થાઓ ભાગીદાર છે, જેઓ આવી કઠિન ભૌગોલિક પરિસ્‍થિતિઓમાં પણ કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

લદ્દાખનો આ ૫૦ તળાવોનો પ્રયોગ જો સફળ થશે તો ભવિષ્‍યમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવા ઊંચાઈવાળા અન્‍ય પહાડી રાજ્‍યો માટે પણ તે એક ઉત્તમ મોડેલ બની રહેશે.

(4:07 PM IST)