<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

દુકાનમાં આવીને દુકાનદારને વહાલથી જાદુની જપ્‍પી આપી લંગૂરે

સોશ્‍યલ મીડિયામાં એક દુકાનના CCTV કેમેરામાં કેદ થયેલો વિડિયો વાઇરલ : મોબાઇલ રિપેરિગની દુકાનમાં એક યુવાન કાઉન્‍ટર પાસે બેસીને કામમાં મશગૂલ હતો ત્‍યારે અચાનક જ એક લંગૂર કાઉન્‍ટર પર આવે છે અને શાંતિથી બેસી જાય છે

નવી દિલ્‍હી તા.૨૮: સોશ્‍યલ મીડિયામાં એક દુકાનના CCTV કેમેરામાં કેદ થયેલો વિડિયો વાઇરલ થયો છે. મોબાઇલ રિપેરિગની દુકાનમાં એક યુવાન કાઉન્‍ટર પાસે બેસીને કામમાં મશગૂલ હતો ત્‍યારે અચાનક જ એક લંગૂર કાઉન્‍ટર પર આવે છે અને શાંતિથી બેસી જાય છે. એ સમયે દુકાનમાં બીજો માણસ પણ ઊભો હોય છે, પણ તે લંગૂરને જોઈને ચુપકેથી ત્‍યાંથી સરકી જાય છે. ખુરસી પર બેઠેલો યુવાન સહેજ ખચકાય છે, પણ લંગૂરભાઈ શાંતિથી તેની પાસે આવે છે અને ખોળામાં બેસી જાય છે. હજી આટલું ઓછું હોય એમ બે-ચાર પળ પછી લંગૂર યુવાનને ગળે વળગાડે છે અને હાથ-પગ બન્ને યુવાનના શરીરના ફરતે વીંટાળીને ટાઇટ હગ આપે છે. લંગૂર પોતાનું માથું દુકાનદારના ખભે ઢાળી દે છે. આ વિડિયો વાઇરલ થયા પછી દુકાનદારે બહારના એન્‍ગલથી લેવાયેલો બીજો વિડિયો પણ પોતાના સોશ્‍યલ અકાઉન્‍ટ પર શેર કર્યો છે. એમાં યુવાન તેના હાથમાં કંઈક છે એ લંગૂરને ધરતો હોય એવું દેખાય છે, પણ લંગૂર એ ચીજ તરફ ધ્‍યાન આપવાને બદલે ખોળામાં બેસીને વળગી પડે છે

(10:18 AM IST)