<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કાશ્મીરમાં આતંકવાદીઓને નાણાં પહોંચાડતા મોટા નેટવર્કનો પર્દાફાશઃ શોપિયાંમાંથી ૧૦ સાગરીતો ઝડપાયા

લશ્કર-એ-તૈયબા અને ટી.આર.એફ. સાથે સંબંધ હોવાનો પોલીસનો દાવોઃ જેલમાં બંધ આતંકવાદીઓ સાથે પણ સંપર્ક ખુલ્યો

જમ્મુ: જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાંમાં આતંકવાદીઓને નાણાકીય મદદ પહોંચાડતા મોટા નેટવર્કનો પર્દાફાશ કરી ૧૦ શંકાસ્પદ સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ નેટવર્કના સંબંધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

શંકાસ્પદ ઓનલાઇન નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન વિવિધ ચુકવણી માધ્યમો મારફતે નાણાં એકત્ર કરી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પહોંચાડવામાં આવતાં હોવાની વિગતો મળી હતી.

પોલીસનો દાવો છે કે આરોપીઓ સામાન્ય લોકો પાસેથી ગુપ્ત રીતે નાણાં એકત્ર કરતા હતા. આ નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સ્માર્ટફોન તથા અન્ય જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવામાં થતો હતો. જેલમાં બંધ આતંકવાદીઓ અને તેમના સાગરીતો સાથેના સંબંધો પણ તપાસમાં સામે આવ્યા છે.

શોપિયાં પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૨૩૧/૨૦૨૬ નોંધવામાં આવ્યો છે. સમગ્ર નાણાકીય નેટવર્કની તપાસ ચાલુ છે અને વધુ ધરપકડ થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

(7:33 PM IST)