હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિવંગત ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાના અંતિમ સંસ્કાર વેળાનો વીડિયો વાયરલ, પુત્રી પર લાગ્યા ગંભીર આક્ષેપો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપને લઈને ભારે ચર્ચા, પરાપારાઝી સમક્ષ અસભ્ય વર્તન કર્યાનો દાવો પરંતુ ઓળખ અસ્પષ્ટ

મુંબઈ:મુંબઈમાં ૩૧ ઓક્ટોબરના રોજ યોજાયેલા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાના અંતિમ સંસ્કાર દરમિયાન શૂટ કરાયેલા એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'કાંટે' ફિલ્મના દિગ્દર્શકની પુત્રી દલાઈએ કથિત રીતે પાપારાઝી તરફ અશ્લીલ હરકતો કરી હતી. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી પેજ 'બઝઝૂકા સ્ક્રોલ્સ' દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે "સંજય ગુપ્તાની પુત્રી મીડિયાને મધ્યમ આંગળી બતાવે છે."
વાયરલ વીડિયોમાં કારની આગળની સીટ પર બેઠેલી એક છોકરી કથિત રીતે હસતી અને પાપારાઝી તરફ અશ્લીલ હરકતો કરતી નજરે પડે છે. ડ્રાઇવરે દરમિયાનગીરી કરી હોવા છતાં અને પાછળ બેઠેલા લોકોએ પણ અજાણી છોકરીને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તે હાવભાવ કરતી રહે છે. જો કે, આ વીડિયોમાં દેખાતી યુવતીનો ચહેરો આખા વીડિયો દરમિયાન હૂડીથી ઢંકાયેલો હોવાથી તેની ઓળખ ચકાસવી અત્યંત મુશ્કેલ છે અને આ ઓળખની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ઉલ્લેખનીય છે કે ૫૯ વર્ષની વયે ૩૦ ઓક્ટોબરના રોજ અવસાન પામેલા સંજય ગુપ્તાએ તેમના મૃત્યુના ૧૦ દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પુત્રી દલાઈ સાથે લેગો સેટ બનાવતા એક સુંદર ક્ષણનો ફોટો શેર કર્યો હતો. તેમના આકસ્મિક નિધન પર ઋત્વિક રોશન, સંજય દત્ત, રાજપાલ યાદવ, ફરદીન ખાન અને રોય બંધુઓ સહિત અનેક બોલિવૂડ હસ્તીઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપીને શોક વ્યક્ત કરતી જોવા મળી હતી.
આ વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભવિષ્યમાં સેલિબ્રિટીઝના શોક સંતપ્ત પરિવારની ગોપનીયતા અને સંવેદનાઓને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને પાપારાઝી દ્વારા આવા સંવેદનશીલ પ્રસંગોના કવરેજ અંગે કડક આત્મનિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
