News of Thursday, 26th November 2026
દિવંગત ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના સંપત્તિ વિવાદમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળઃ ૧૫ બેઠકો બાદ પણ માતા અને પુત્રવધૂ વચ્ચેનો ઝઘડો ન ઉકેલાયો
માતા રાની કપૂરે સમાધાન માટે રૂ. ૬૦૦૦ કરોડ માગ્યાઃ રૂ. ૩૦ હજાર કરોડની સંપત્તિ ધરાવતા ફેમિલી ટ્રસ્ટનો વિવાદ ફરી અદાલતમાં

નવી દિલ્હી, તા. ૨૬ : દિવંગત ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના પારિવારિક સંપત્તિ વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની કાર્યવાહી બંધ કરી છે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની મધ્યસ્થી હેઠળ આશરે ૧૫ બેઠકો છતાં સમાધાન થઈ શક્યું નથી.
સંજય કપૂરની ૮૧ વર્ષીય માતા રાની કપૂરે પોતાના દાવાના સમાધાન માટે રૂ. ૬૦૦૦ કરોડની માગણી કરી છે. બીજી તરફ પત્ની પ્રિયા સચદેવ કપૂરે ટ્રસ્ટની સંપત્તિમાં ૬૦ ટકા હિસ્સાનો દાવો કર્યો છે.
ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે જણાવ્યું હતું કે બળજબરીથી સમાધાન કરાવી શકાય નહીં. હવે ટ્રસ્ટની સંપત્તિના સંરક્ષણ અંગેની પડતર અરજીનો દિલ્હી હાઇકોર્ટ નિર્ણય કરશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
