તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ભારત દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ: અમિતભાઈ શાહે સાબરમતીથી આપી લીલી ઝંડી : રેલવેના ઈતિહાસમાં નવો અધ્યાય
અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દોડશે દેશની પ્રથમ LNG ટ્રેન, 40% ડીઝલની બચત સાથે પર્યાવરણને ફાયદો, ₹1542 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ

અમદાવાદ તા.૨૭ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે.
સાબરમતીથી દોડનારી આ ટ્રેન દેશની પ્રથમ ડીઝલ + LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ પર ચાલનારી ટ્રેન છે. તેનાથી રેલવેને વાર્ષિક લાખો રૂપિયાની બચત થશે અને પ્રદૂષણ પણ ઘટશે.
આ સાથે જ અમિતભાઈ શાહે સાબરમતી ખાતે ₹1542 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ₹700 કરોડનો WAG-12 લોકો શેડ અને 404 કિમી સુધી કવચ સિસ્ટમનો સમાવેશ થાય છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
