તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
NSE સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બૉરોઈંગ(SLB) સ્કીમ અંતર્ગત ટૂંકા ગાળાના કોન્ટ્રેક્ટ શરૂ કરશે: શેર ખરીદ-વેચાણના નવા નિયમ લાગુ
આ કોન્ટ્રેક્ટ માટે ટ્રેડ રિવર્સ લેન એ ટ્રાન્ઝેક્શનના ત્રીજા દિવસે એટલે કે T+3 સેટલમેન્ટ કરવામાં આવશે.

મુંબઈ : :નેશનલ સ્ટોક એક્સચેન્જ ક્લિયરિંગ(NSE Clearing) તેના સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બૉરોઈંગ(SLB) સ્કીમ અંતર્ગત ટૂંકા ગાળાના કોન્ટ્રેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. આ કોન્ટ્રેક્ટ માટે ટ્રેડ રિવર્સ લેન એ ટ્રાન્ઝેક્શનના ત્રીજા દિવસે એટલે કે T+3 સેટલમેન્ટ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ માર્કેટના ખેલાડીઓને ઓછી મુદતના કોન્ટ્રેક્ટનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.
ગયા શુક્રવારે જારી કરવામાં આવેલા એક પરિપત્ર પ્રમાણે NSE Clearing એ માહિતી આપી હતી કે આ નવા કોન્ટ્રેક્ટ "R3" સિરીઝ અંતર્ગત શરૂ કરવામાં આવશે અને દરરોજ ઉપલબ્ધ બનશે. ટ્રાન્ઝેક્શનના દિવસે કરવામાં આવેલા પ્રથમ ભાગ T+1 આધાર પર સેટલ થશે, જ્યારે રિવર્સ હિસ્સો T+3 આધાર પર સેટલ (સેટલમેન્ટની રજા સિવાય) હશે.
સર્ક્યુલર પ્રમાણે ઓછી અવધિ ધરાવતા કોન્ટ્રેક્ટ ફક્ત એવા જ શેરો માટે ઉપલબ્ધ હશે કે જે ઈક્વિટી ડેરીવેટીવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે યોગ્ય છે. વર્તમાન SLB કોન્ટ્રેક્ટ્સથી વિપરીત કંપનીની વાર્ષિક સામાન્ય સભા(AGM) અથવા તો એક્સ્ટ્રાઓર્ડિનર જનરલ મીટિંગ(EGM) પર R3 સિરીઝ કોન્ટ્રેક્ટ્સને સમય પર બંધ કરવામાં આવશે નહીં.
NSE ક્લિયરિંગે આ સાથે સ્પષ્ટતા કરી કે ઓછા સમય ધરાવતા કોન્ટ્રેક્ટ્સ માટે રીપેમેન્ટ, રીકોલ અને રોલઓવર જેવી સુવિધા ઉપલબ્ધ બનશે નહીં. જોકે, માર્કેટ સમય, ક્લિયરિંગ, સેટલમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ તથા કોર્પોરેટ એક્શન સંબંધિત અન્ય નિયમો અગાઉની માફક જ યથાવત રહેશે.
R3 કોન્ટ્રેક્ટ 17 ઓગસ્ટના રોજ ટ્રેડિંગના દિવસે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત આ વધારાની સિરીઝ સાથે સંકળાયેલ એવી સિક્યોરિટી ફાઈલમાં સામેલ થશે કે જે એક્સચેન્જ 14 ઓગસ્ટના દિવસે અંતમાં ઈશ્યુ કરશે.
SLB સ્કીમ અંતર્ગત શેરના વ્યવહાર એક ઓટોમેટેડ, સ્ક્રીન-બેઝ પ્લેટફોર્મ મારફતે થાય છે. ઓર્ડર પ્રાઈઝ-ટાઈમ પ્રાયોરિટી કે જેમાં કિંમત તથા સમય પ્રાથમિકતના આધાર પર મેચ કરવામાં આવે છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
