<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

૧૨૦ ગાડીઓના કાફલા સાથે રેલી કાઢવાનું નેતાને ભારે પડ્‍યું

અનુશાસનહીનતા ગણીને સજ્જન સિહને તાત્‍કાલિક અસરથી તેમની નિયુક્‍તિ રદ કરી દીધી હતી

ભિડ,તા.૧૫: મધ્‍ય પ્રદેશના ભિડ કિસાન મોરચાના જિલ્‍લાધ્‍યક્ષ સજ્જન સિહને નરેન્‍દ્ર મોદીની એનર્જી બચાવવાની અપીલને અવગણવાનું ભારે પડ્‍યું હતું. બુધવારે સજ્જન સિહને કિસાન મોરચાના જિલ્‍લાધ્‍યક્ષ નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. એ પછી તેઓ ગ્‍વાલિયરથી ભિડ સુધી એક વિશાળ સ્‍વાગત-રેલી કરીને પહોંચ્‍યા હતા. આ રેલીમાં લગભગ ૧૨૦ વાહનોનો લાંબો કાફલો સામેલ થયો હતો. સેંકડો સમર્થકો સાથે નીકળેલી આ રેલીના ફોટોગ્રાફસ અને વિડિયો સોશ્‍યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.

નરેન્‍દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ હજી એનર્જી બચાવવા માટે કરકસર કરવાની અપીલ કરી હતી ત્‍યાં તેમની અપીલને સાવ જ કોરાણે મૂકીને કરવામાં આવેલા આ જશ્નને પાર્ટીએ અનુશાસનહીનતા ગણીને સજ્જન સિહને તાત્‍કાલિક અસરથી તેમની નિયુક્‍તિ રદ કરી દીધી હતી.

(10:15 AM IST)