તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
ગવર્નન્સના નામે ચાલતી લીલા સમેટાશેઃ સહકારી રાજકારણ પર RBIની લગામ
સહકારી બેંકોના ગવર્નન્સ માટે RBIની નવી ગાઈડલાઈન : ૫૦૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી બેંકોમાં CROની નિમણૂકનો પ્રસ્તાવ

મુંબઈ,તા.૧૫: દેશની શહેરી સહકારી બેંકો (UCB) અને ગ્રામ્ય સહકારી બેંકો (RCB)માં સુશાસન, પારદર્શિતા અને નાણાકીય જોખમ નિયંત્રણને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મહત્ત્વપૂર્ણ સુધારાઓનો ડ્રાફટ જાહેર કર્યો છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ સહકારી બેંકોમાં જોખમ વ્યવસ્થાપન, કમ્પ્લાયન્સ અને આંતરિક ઓડિટની સ્વતંત્ર વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવશે. આ સાથે જ મેનેજિગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની નિમણૂક અને પુનઃનિમણૂકની પ્રક્રિયાને પણ વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
RBIના ડ્રાફટ મુજબ તમામ સહકારી બેંકોમાં સ્વતંત્ર કમ્પ્લાયન્સ ફંક્શન અને ઇન્ટરનલ ઓડિટ ફંક્શન સ્થાપિત કરવું ફરજિયાત રહેશે. આ વિભાગોના વડા તરીકે અનુક્રમે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO) અને હેડ ઓફ ઇન્ટરનલ ઓડિટ (HIA)ની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત કુલ સંપત્તિ રૂ. ૫,૦૦૦ કરોડ અથવા તેથી વધુ ધરાવતી સહકારી બેંકોમાં રિસ્ક મેનેજમેન્ટ ફંક્શન પણ ફરજિયાત રહેશે. જેનું નેતૃત્વ ચીફ રિસ્ક ઓફિસર (CRO) કરશે. ય્ગ્ત્એ સ્પષ્ટ કર્યું છે કે રિસ્ક મેનેજમેન્ટ, કમ્પ્લાયન્સ અને ઇન્ટરનલ ઓડિટ વિભાગો બેંકના વ્યવસાયિક વિભાગોથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. આ અધિકારીઓને કોઈપણ પ્રકારના બિઝનેસ ટાર્ગેટ અથવા આવક વધારવાના દબાણ હેઠળ રાખી શકાશે નહીં. તેમને બેંકના તમામ વિભાગો અને દસ્તાવેજો સુધી અવરોધમુક્ત એન્ટ્રી આપવામાં આવશે. ડ્રાફટ મુજબ CRO, CCO અને HIA કાર્યાત્મક રીતે બોર્ડ અથવા સંબંધિત બોર્ડ સમિતિને જવાબદાર રહેશે, જ્યારે વહીવટી રીતે તેઓ MD/CEOને રિપોર્ટ કરશે. આ અધિકારીઓએ દર ત્રિમાસિકે ઓછામાં ઓછો એક વખત વરિષ્ઠ મેનેજમેન્ટની હાજરી વિના સીધો બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કરવો પડશે.
RBIએ આ ત્રણેય હોદ્દા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો નિヘતિ કાર્યકાળ પણ સૂચવ્યો છે. જો કોઈ અધિકારીની સમય પહેલાં બદલી કે હટાવવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે બોર્ડની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત સહકારી બેંકોમાં રિસ્ક બેઝડ ઇન્ટરનલ ઓડિટ (RBIA) પ્રણાલી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. આ પદ્ધતિ હેઠળ ઓડિટનું ધ્યાન જોખમના સ્તર, નાણાકીય મહત્ત્વ, સિસ્ટમ પર પડતા પ્રભાવ અને નિયમનકારી ચિતાઓના આધારે કેન્દ્રિત કરવામાં આવશે. સહકારી બેંકિગ ક્ષેત્રમાં વધતી જતી નિયમનકારી કડકાઈ વચ્ચે RBIના આ પ્રસ્તાવોને પારદર્શિતા, જવાબદારી અને જોખમ નિયંત્રણને વધુ મજબૂત બનાવવાના મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે. હાલ આ ડ્રાફટ પર જાહેર સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા છે, જે બાદ અંતિમ માર્ગદર્શિકા અમલમાં આવશે.
MD અને CEOનો કાર્યકાળ પૂર્ણ થવાના ચાર મહિના પહેલા નવી નિમણૂકની પ્રક્રિયા કરવી પડશે
MD અને CEOની નિમણુક અંગે RBIએ વધુ એક મહત્ત્વપૂર્ણ જોગવાઈ સૂચવી છે. બેંકોએ હાલના MD/CEOનો કાર્યકાળ પૂર્ણ થવાના ઓછામાં ઓછા ચાર મહિના પહેલાં નવી નિમણુક અથવા પુનઃનિમણૂક માટે અરજી જરૂરી દસ્તાવેજો સાથે PRAVAAH પોર્ટલ મારફતે રજ કરવી પડશે. શહેરી સહકારી બેંકો માટે RBIએ ફરી સ્પષ્ટ કર્યુ છે કે MD/CEOની નિમણુક, પુનઃનિમણુક અથવા સેવામુક્તિ માટે બેંકિગ રેગ્યુલેશન એક્ટ હેઠળ RBIની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
