તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
દિગ્ગજ સ્પીનરનું મોત કદાચ કોવિડની એ ત્રણ કે ચાર રસીઓને કારણે થયું??
મહાન સ્પિનર અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વૉર્નના નિધનના ચાર વર્ષ બાદ તેમના પુત્ર જેક્સને દાવો કર્યો કે રસીના કારણે તેના પિતાની છૂપી સ્વાસ્થ્ય સમસ્યાઓ ગંભીર બની

મહાન સ્પિનર શેન વોર્નના નિધનના ચાર વર્ષ બાદ તેના પુત્ર જેક્સને દાવો કર્યો છે કે આ દિગ્ગજ ક્રિકેટરનું મોત કદાચ કોવિડની એ ત્રણ કે ચાર રસીઓને કારણે થયું હતું, જે તેમણે કામ કરવાની મજબૂરીને કારણે લીધી હતી.
જેક્સને 2 વર્લ્ડ્સ કોલાઈડ પૉડકાસ્ટ પર વાત કરતા પોતાના પિતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને પણ સ્વીકારી હતી. વોર્નનું 2022માં થાઈલેન્ડમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તે સમયે તેમની વય 52 વર્ષની હતી.
જેક્સને કહ્યુ છે કે મને પાક્કું લાગે છે કે તેમાંકોવિડ (Covid) ની રસીનો) હાથ હતો. મને નથી લાગતું કે હવે આ કહેવાથી કોઈપણ પ્રકારનો વિવાદ પેદા થશે. ભલે ડેડ (પિતા)ને પહેલેથી જ કેટલીક આરોગ્યલક્ષી સમસ્યાઓ હતી, પરંતુ મને લાગે છે કે રસી લગાવવાને કારણે તેમની બીમારી ખુલીને સામે આવી ગઈ. આ એક એવી વાત છે, જેનાથી હું હંમેશા વિચારતો રહ્યો છું.
તેમણે કહ્યુ કે જેવું મેં (શેન વોર્નના મોતના સમાચાર મળ્યા બાદ) ફોન મૂક્યો તો મારી પહેલી પ્રતિક્રિયા હતી કે મેં તાત્કાલિક સરકારને દોષિત ઠેરવી. મેં તુરંત કોવિડ અને રસીને દોષિત ઠેરવ્યા.
જેક્સને કહ્યુ કે તેમણે શોકસભામાં પોતાના વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરવાથી ખુદને ઘણી મુશ્કેલીથી રોક્યા હતા.
તેમણે કહ્યુ કે કદાચ આ સમજદારી ભરેલું પગલું હતું કે મેં એવું નથી કર્યું, જો મેં એવું કર્યું હોત તો મારી સ્થિતિ બિલકુલ અલગ હોત. પરંતુ મને આ જ મહેસૂસ થયું.
જેક્સને ક્હ્યુ કે પહેલા પણ હાર્ટ એટેકથી ઘણાં લોકો મરી રહ્યા હતા. પરંતુ ડેડ ઠીક હતા. મને લાગે છે કે તેમણે ત્રણથી ચાર વાર રસી લગાવી હતી. તેઓ રસી લેવા માંગતા ન હતા, પરંતુ અન્ય લોકોની જેમ કામ કરવા માટે તેમણે મજબૂરીમાં તેને લેવી પડી.
તેમણે કહ્યુ કે હું તેના સંદર્ભે વધારે વિચારતો નથી, કારણ કે આનાથી માત્ર ગુસ્સો જ વધે છે. ગુસ્સો કોઈના માટે પણ સારો નથી હોતો.
વોર્નની જીવનશૈલી બાબતે જેક્સને કહ્યુ કે ધૂમ્રપાન અને દારૂ પીવા છતાં તેવો અપેક્ષાકૃત સ્વસ્થ હતા.
તેમણે કહ્યુ કે તે સમયે ડેડ સ્વસ્થ હતા, ખુશ હતા. તેઓ ઘણાં સમય બાદ આટલા સારા દેખાઈ રહ્યા હતા. તેઓ જરૂરથી ધૂમ્રપાન કરતા હતા અને દારૂ પીતા હતા. પરંતુ 80 અને 90 વર્ષની વયે ઘણાં લોકો ડેડની સરખામણીએ ઘણું વધારે ધૂમ્રપાન કરે છે અને દારૂ પીવે છે.
વોર્ન નિધનના થોડાક મહિનાઓ પહેલા કોવિડ-19થી સંક્રમિત થયા હતા. જ્યારે તેમનું અચાનક નિધન થયું,તો તે કોઈપણ પ્રકારની ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા ન હતા.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
