તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
"ચાલ સાથે મરીએ!": પ્રેમિકાએ લગ્નની ના પાડતાં જ પ્રેમીએ ખિસ્સામાંથી કાઢ્યા દેશી બોમ્બ; ભયાનક બ્લાસ્ટમાં યુવક નું સ્થળ પર જ મોત, ગર્લફ્રેન્ડ ગંભીર
કર્ણાટકમાં પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંત: લગ્નનો ઇનકાર સાંભળતા જ માથાભારે પ્રેમીએ આત્મઘાતી કદમ ઉઠાવ્યું; યુવતી અને આસપાસના લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા

બેંગલુરુ : કર્ણાટક રાજ્યમાંથી એક હૃદયકંપાવનારો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે પોતાની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતાં જ આત્મઘાતી હુમલો કરી દીધો હતો. યુવકે "ચાલ, આપણે બંને સાથે જ મરી જઈએ" તેમ કહીને અચાનક પોતાના ખિસ્સામાંથી દેશી બોમ્બ (Crude Bombs) બહાર કાઢ્યા હતા. આ બોમ્બનો જોરદાર ધમાકો થતાં જ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પ્રેમિકા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
લગ્નની ના પાડતાં જ પિત્તો ગુમાવ્યો
પોલીસના પ્રાથમિક અહેવાલો મુજબ, આ દંપતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. યુવક વારંવાર યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ઘટનાના દિવસે બંને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે એક જાહેર સ્થળે મળ્યા હતા. જ્યારે યુવતીએ કોઈ કારણસર તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે યુવકે પોતાનો આપો ગુમાવ્યો હતો અને ખિસ્સામાંથી વિસ્ફોટકો કાઢીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
અચાનક થયેલા બ્લાસ્ટથી વિસ્તાર ધણધણી ઉઠ્યો
પ્રત્યક્ષદર્શીઓનો આંખે દેખ્યો અહેવાલ
આસપાસના લોકો કશું સમજે કે યુવતી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ યુવકના હાથમાં રહેલા દેશી બોમ્બમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધમાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
આ ભયાનક વિસ્ફોટમાં બોમ્બ પકડી રાખનાર યુવકના શરીરના ચિથરેચિથરા ઊડી ગયા હતા અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. બીજી તરફ, તેની બિલકુલ નજીક ઊભેલી યુવતી પણ આ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગઈ હતી. આસપાસ ઉભેલા અન્ય કેટલાક રાહદારીઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પોલીસ તપાસ અને ફોરેન્સિક ટીમ દોડતી થઈ:
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક લેબોરેટરી (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગંભીર રીતે ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે યુવક પાસે આટલા ખતરનાક દેશી બોમ્બ ક્યાંથી આવ્યા અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
