તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
કચ્છના મુન્દ્રા પોર્ટ કન્ટેનર કાર્ગો આવતું લાઇબિરિયાનું જહાજ ‘એપામિનોડ્સ' ઈરાનના કબજામાં
હોર્મુઝ ઉપર નાકાબંધીથી ભારતના દરિયાઈ વ્યાપારને અસર : દરરોજ હજારો ટન માલ સામાનના પરિવહન ઉપરની અસર સ્થાનિકે સંકળાયેલા અન્ય વ્યાપાર ધંધા ઉપર પણ વર્તાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩: યુદ્ધ અને સીઝ ફાયર વચ્ચે અટવાયેલ ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકાના તણાવની અસર દેશના મહત્વના એવા કચ્છના અદાણી મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ ઉપર પડી રહી છે. હોર્મુઝ કેનાલનો દરિયાઈ માર્ગ ઈરાનની નાકાબંધીને કારણે અટક્યો છે. આ માર્ગ ઉપરથી ભારત આવતા જહાજોને પસાર થવા દેવા માટે ભારત સરકારની સતત વાટાઘાટો અને પ્રયાસો વચ્ચે એકંદરે દેશના દરિયાઈ વ્યાપાર ઉપર યુદ્ધની અસરનો ઓછાયો છે.
હાલ કન્ટેનર કાર્ગો ભરીને મુન્દ્રા પોર્ટ આવી રહેલા લાઇબિરિયાના જહાજ એપિમિનોડ્સ ઉપર ઈરાનિયન આર્મીએ કબ્જો કર્યો હોવાના અહેવાલ છે.
હોર્મુઝ સંકટ થકી કચ્છમાં આવેલા દેશના બે મહાબંદરો મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ ના દરિયાઈ વ્યાપારને અસર જોવા મળી રહી છે. દરરોજ હજારો ટન માલ સામાનના પરિવહન ઉપરની અસર સ્થાનિકે સંકળાયેલા અન્ય વ્યાપાર ધંધા ઉપર પણ વર્તાઈ રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
