News of Thursday, 21st May 2026
કાલથી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી
વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી

નવી દિલ્હી : આગામી ત્રણ દિવસ માટે ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 21, 22 અને 23 મેના રોજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી છે
. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 22 અને 23 તારીખે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
