તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં હળવો વરસાદ પડવાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી
હવામાન વિભાગે 22થી 25 મે દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી કરી હતી. પ્રી-મોન્સૂન વરસાદના આગમનથી નાગરિકોને ગરમીથી રાહત

મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં હળવો વરસાદ પડવાથી મુંબઈના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. બીજી બાજૂ મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભમાં તાપમાને હાહાકાર મચાવ્યો છે. નાગપૂરમાં હાલમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યુ છે. હવામાન વિભાગે 22થી 25 મે દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી કરી હતી. પ્રી-મોન્સૂન વરસાદના આગમનથી નાગરિકોને ગરમીથી રાહત મળી છે.
મુંબઈમાં શનિવાર 23મે ના સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારતીય હવામાન વિભાગે (IMD) શનિવારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટે હજુ જૂન સુધી રાહ જોવી પડશે. શુક્રવારે 22મે ના રોજ કાંજુરમાર્ગ, મુલુંડ અને વિક્રોળી જેવા પૂર્વ ઉપનગર વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ હતું. ભારતીય હવામાન વિભાગે મુંબઈ સાથે રાયગઢ અને રત્નાગિરી માટે પણ હવામાનની ચેતવણી જાહેર કરી હતી.
મુંબઈમાં હળવો વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હાલમાં મુંબઈના અમુક વિસ્તારના તાપમાનમાં ઘટ થઈ છે. મુંબઈનું આજનું તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
