<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ઈ-ઈનવોઈસ બનાવવાની મર્યાદા ઘટાડી ૧.૫૦ કરોડ થવાની

પાંચ વર્ષમાં એક વખત ટર્નઓવર પાંચ કરોડ થયું તો ઈ-ઈનવોઈસનો નિયમ

નવી દિલ્‍હી તા.૩૦: વેપારી દ્વારા માલનું વેચાણ કરતી વખતે બનાવવામાં આવતા ઈનવોઈ સમાં પાંચ કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો પોર્ટલ પર બનાવવાનું સીતું નથી. જયારે તેના કરતાં વધુ ટર્નઓવર પરાવનાર તમામે ફરજિયાત ઈ-ઈનવોઈસ એટલે કે પોર્ટલ પરથી જ ઈનવોઈસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. જ્‍યારે આગામી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં તે ટર્નઓવરમાં પણ ઘટાડો કરીને ૧.૫૦ કરોડ કરી દેવામાં આવે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં તેને લાગુ કરવામાં આવે તેવી પણ શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે.

જીએસટીમાં ૬-ઇનવોઇસનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારે સૌથી પહેલા ૫૦૦ કરોડ અને તેના કરતાં વધુ વાર્ષિક ટર્નઓવર હોય તેવા વેપારીએ ફરજિયાત પોર્ટલ પરથી જ ઈ-ઈનવોઈસ ભનાવવાનો નિયમ લાવવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેમાં સુધારો કરીને છેલ્‍લે પાંચ કરોડનું ટર્નઓવર હોય તેને પણ ઈ-ઈનવોઈસ બનાવવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્‍યો છે. આ કારલોસર જીએસટી ચોરીની સાથે સાથે બોગસ બિલિંગના કેસમાં પણ ઘટાડો થવાની શક્‍યતા રહેલી છે. જયારે આગામી દિવસોમાં આ ટર્નઓવરની મર્યાદા ૧.૫૦ કરોડ કરવા માટેની દરખાસ્‍ત જીએસટી કાઉન્‍સિલમાં રજૂ કરવામાં આવી

હોવાની વિગતો જાણવા મળી છે. જેથી તેની સત્તાવાર જાહેરત આગામી ઓક્‍ટોબરના રોજ યોજાનારી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવે તેવું જાણકારો કહી રહ્યા છે. વેપારીનું ટર્નઓવર પાંચ કરોઠ કરતાં વધુ હોય અને તેના દ્વારા ઈ-ઈનવોઈસ બનાવવામાં નહીં આવે તો સામેવાળા વેપારીને તેની આઇટીસી મળતી નથી. જે ટેક્‍સ ભરવાનો હોય તે રકમના ૧૦૦ ટકા અથવા તો ૨૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત માલ અન્‍ય જગ્‍યાએ મોકલવામાં આવતો હોય ત્‍યારે તેને જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ અધિકારી દ્વારા કરવામાં આવી શકે છે.

(10:18 AM IST)