<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ટોલ પ્‍લાઝા નજીક રહેતા ખાનગી વાહન માલિકોને લોકલ પાસ અપાશે

૧લી નવેમ્‍બરથી કેન્‍દ્રની આ યોજનાનો અમલ થશે

નવી દિલ્‍હી તા.૨૯: આગામી ૧લી નવેમ્‍બરથી ટોલ પ્‍લાઝાના ૨૦ કિ.મી.ની ત્રિજયામાં રહેતા ખાનગી વાહન માલિકોને રાહત દરે લોકલ પાસે આપવાની જાહેરાત કેન્‍દ્રિય સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ અંગેનું જાહેરનામું ૨૬મી ઓક્‍ટોબરના રોજ બહાર પાડવામાં આવ્‍યું છે.

જો ટાઉન - મ્‍યુનિ.કોર્પોરેશનની હદની બહાર આ ટોલ નાકુ હરશે તો વાર્ષિક રૂા.૧૫૦૦ ચૂકવવાથી પાસે બનશે. જે ટોલ પ્‍લાઝા મ્‍યુનિ. કોર્પોરેશન - ટાઉનની હદમાં હરો તો રૂા.૭૦૦૦ ચૂકવવાથી પાસે બનશે. માટે મુખ્‍ય શરત છે કે, વાહન કોમર્સિયલ પોરણે ઉપયોગમાં લેવાનું ન હોય. ખાનગી કારના માલિકોને પણ આનો ફાયદો ફાસ્‍ટેગની સાથે મળી શકશે. જોકે થર ટોલ પ્‍લાઝાની ૨૦ કિ.મી.ની ત્રિજ્‍યામાં હોવું જોઇએ.

હાલની સિસ્‍ટમમાં ટોલ પ્‍લાઝાની આસપાસ રહેનારા ખાનગી વાહન માલિકોને વાર્ષિક નહિ પણ માસિક પોરણે પાસ ઈસ્‍યુ થાય છે. જે માસિક રૂા.૩૦૦થી રૂ.૩૫૦-ની મર્યાદામાં તૈવાર થતાં હોય છે. હવે લોકો પાસે રહેલા માસિક પાસે કે નવા વાર્ષિક પાસે બેમાંથી એકને પસંદ કરવાનો રહેશે. આ પાસ માત્ર એક ટોળ પાાઝા માટે જ માન્‍ય રહેશે.

કઇ મુખ્‍ય શરતો પાસ માટે ?

* દર વર્ષે ૧લી એપ્રિલે ટોલના દરમાં ફેરફાર કેન્‍દ્ર સરકાર દ્વારા થતા હોય છે ત્‍યારે જો દરમાં ફેરફાર થયા હોય તો પાસની કિમતમાં પણ ફેરફાર થઇ શકે છે.

* જ્‍યાં ટોલ પ્‍લાઝાની નજીક સર્વિસ રોડ અથવા બીજો વૈકલ્‍પિક રસ્‍તો છે ત્‍યાં આ પાસ ઇસ્‍યુ નહિ થાય.

* ક્‍લોઝડ ટોલ સિસ્‍ટમવાળા એક્‍સપ્રેસ વે ઉપર પણ આ પાસ ઇસ્‍યુ નહિ થાય.

* ૧લી નવેમ્‍બરથી નજીકના ટોલ પ્‍લાઝા ઉપર અને ૧લી ડિસેમ્‍બરથી રાજમાર્ગ યાત્રા એપ્‍લિકેશન ઉપરથી પણ આ પાસ બનાવવામાં આવશે.

કેન્‍દ્રના નોટિફિકેશનની શરતો પૂરી થવી જરૂરી

કેન્‍દ્રિયસડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના નોટિફિકેશનને નેશનલ હાઇવે ફીઝ રૂલ્‍સ (ડિટરમિનેશન ઓફ રૂલ્‍સ એન્‍ડ કલેક્‍શન) (પાંચમો સુધારો) ૨૦૨૬ મુજબ બહાર પાડવામાં આવ્‍યું છે. જે ૨૦૦૮ના જૂના નિયમોમાં સુધારો કરે છે. આ યોજનાનો હેતુ નેશનલ હાઇવેના ટોલ પ્‍લાઝા નજીકના વિસ્‍તારમાં રહેનારા લોકોને ટોલ દરોમાં રાહતનો છે. નવા નિયમો મુજબ જે ખાનગી વાહન માલિક પાસે ફાસ્‍ટેગ હશે અને નવા નિયમોની તમામ શરત પુરી થતી હશે તેમને જ અપાશે જે ટોલપ્‍લાઝા માટે માન્‍ય હશે કે જેના માટે તે ઇસ્‍યુ કરાયો હશે.

(10:45 AM IST)