<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

અમદાવાદ-મુંબઈ વચ્‍ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો લૂકજાહેર

દિલ્‍હીમાં રેલ ભવનના ગેટ-૪ પર બુલેટ ટ્રેનનો ફોટો લગાવાયો : માત્ર ૨ કલાક અને ૭ મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે કેસરી-સફેદ જેવા આકર્ષક રંગો સાથે ડિઝાઈન કરાઈ સ્‍વદેશી બુલેટ ટ્રેન

નવી દિલ્‍હી,તા.૧૯: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ દેશની પ્રથમ અતિ ઝડપી રેલવે સેવા એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના હવે ખૂબ જ ઝડપથી હકીકત બનવાની દિશામાં આગળ વધી રહી છે. તાજેતરમાં જ નવી દિલ્‍હી ખાતે રેલ મંત્રાલયના દ્વાર ક્રમાંક ૪ પર અતિ-આધુનિક બુલેટ ટ્રેનની પ્રથમ પ્રસ્‍તાવિત આ સત્તાવાર તસવીર પદર્શિત કરવામાં આવી છે. જે ત્‍યાંથી પસાર થતા સામાન્‍ય નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. આ પરિયોજના આગામી વર્ષોમાં પヘમિ ભારતના બે મોટા આર્થિક કેન્‍દ્રો વચ્‍ચે મુસાફરીનો સમય આશ્વ વંજનક રીતે ઘટાડી દેશે. જાહેર કરાવેલી નવી તસવીરમાં બુલેટ ટ્રેનનો એક અદભુત અને ભવ્‍ય દેખાવ જોવા મળે છે. આ અદભુત ટ્રેનને ખૂબ જ આકર્ષક સફેદ, કાળી અને કેસરી રંગછટા સાથે સજજ કરવામાં આવી છે, જે તેને અત્‍યંત આધુનિક લુક આપે છે. ટ્રેનનો આગળનો ભાગ પવનના અવરોધને ઘટાડવા માટે ખાસ લાંબો અને અણીદાર બનાવવામાં આવ્‍યો છે. આ વિશિષ્ટ પાટના કારવો ટ્રેન જયારે સાંકડી પર્વતીય સુરંગોમાંથી પસાર થશે ત્‍યારે દબાણને કારણે પેદા થતો અવાજ બિલકુલ નહિવત રહેશે.

ક્‍યારે શરૂ થશે સફર....

બુલેટ ટ્રેનનો આતુરતાપૂર્વક રાશ જોઈ રહેલા ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર એ છે કે આ સેવા તબક્કાવાર રીતે શરૂ કરાશે રેલ મંત્રાલયના આયોજન મુજબ, સુરતથી વાપી વચ્‍ચેના આશરે ૯૦ કિલોમીટરના પ્રથમ પટ્ટા પર ઓગસ્‍ટ ૨૦૨૭ સુધીમાં બુલેટ ટ્રેનની વ્‍યાવસાયિક સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય છે. આ પ્રથમ તબક્કાની સફળતા બાદ, વર્ષ ૨૦૨૯ સુધીમાં અમદાવાદથી મુંબઈ સુધીનો આખો ૫૦૮ કિલોમીટરનો માર્ગ સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવાશે મુંબઈથી અમદાવાદ વરચ્‍ચેનું અંતર કાપવામાં અત્‍યારે જે ૭ થી ૮ ક્‍લાકનો સમય લાગે છે, તે ઘટીને માત્ર ૨ કલાક અને ૭ મિનિટ જ રહી જશે

સ્‍વદેશી કોય અને બે પ્રકારની ટ્રેન સેવા

ચેન્નાઈ સ્‍થિત ભારતીય રેલવેની જ ફેક્‍ટરી ખાતે તેનું સંપુર્ણ સ્‍વદેશી નિર્માણ થશે ટ્રેનનો એક કોચ આશરે અજીવીસ કરોડ રૂપિયામાં પડશે મુસાફરો માટે બે પ્રકારની સેવાઓ શરૂ કરવાનું આયોજન છે. એક રેપિડ એક્‍સપ્રેસ જે માત્ર સુરત અને વડોદરામાં જ રોકાશે અને બે કલાકમાં મુંબઈ પહોચાડશે. જ્‍યારે બીજી રોવા તમામ સ્‍ટેશનો પર રોકાશે. જેને પહોંચતા ત્રણ કલાક જેટલો સમય લાગશે મહત્ત્વનું છે કે, ભવિષ્‍યમાં આ રૂટ પર જાપાનથી આયાત કરાયેલી અસલી શિકાન્‍સેન ચ્‍૫ શ્રેણીની ટ્રેનો પણ દોડશે, પરંતુ શરૂઆતના તબક્કે ટ્રાયલ અને વ્‍યાવસાયિક સેવાઓ શરૂ કરવા માટે દેશમાં જ બનેલી આપણી ઇન્‍ડિયન 'B28' બુલેટ ટ્રેન દોડાવાશે તેવી શક્‍યતા છે.

વાયડક્‍ટ અને પિલર્સની કામગીરી

૫૦૮ કિલોમીટર લાંબા કુલ માર્ગ પરથી આશરે ૩૪૯ ૬ કિલોમીટર લંબાઈનો વાયડક્‍ટ (પુલ જેવું ઊંચું માળખું, જે રસ્‍તાઓ, નદીઓ અને ચાલુ રેલવે લાઈનોની ઉપરથી કોરિડોરના આશરે ૯૦ ટકા હિસ્‍સાને પસાર કરે છે) તૈયાર થઈ ગયો છે. આ વાયડક્‍ટને પકડી રાખતા ૪૪૩ કીમી લંબાઈના પિલર્સનું નિર્માણ પણ પૂર્ણ કરી લેવાયું છે

B28 અને શિકાન્‍સેન E-5 શ્રેણીની બુલેટ ટ્રેન દોડે તેવી શક્‍યતા

વિશેષતા પેરામીટર          વિગતવાર માહિતી     

ટ્રેનસેટનું સત્તાવાર નામ      B૨૮ સ્‍વદેશી હાઇ-સ્‍પીડ ટ્રેનસેટ

મહત્તમ ડિઝાઇન ઝડપ      ૨૮૦ કિમી/કલાક

સામાન્‍ય ઓપરેશનલ ઝડપ  ૨૫૦ કિમી/કલાક (ટ્રાયલ દરમિયાન ૨૪૯                                     કિમી/કલાક પણ પ્રસ્‍તાવિતા

ટ્રેનસેટની બનાવટ           ૮ અત્‍યંત આધુનિક એર-કન્‍ડિશન્‍ડ કોચ

બેઠક ક્ષમતા                 આશરે ૫૮૦ મુસાફરોની ક્ષમતા

મુખ્‍ય બોડી                  ઓસ્‍ટેનિટિક સ્‍ટેનલેસ સ્‍ટીલ

ટ્રેક ગેજ                     ૧,૪૩૫ મીમી (સ્‍ટાન્‍ડર્ડ ગેજ)

પ્રોપલ્‍શન સિસ્‍ટમ            ડિસ્‍ટ્રિબ્‍યુટેડ ટ્રેક્‍શન સિસ્‍ટમ (IGBT આધારિત)

વાતાનુકૂલિત સુવિધા         વિશેષ પ્રેશરાઇઝ્‍ડ કેબિન અને અધતન હવા                                    શુદ્ધિકરણ (HVAC) પ્રણાલી

સિગ્નલિગ ટેકનોલોજી        ETCS લેવલ-૨ (યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્‍ટમ)

મુખ્‍ય ઉત્‍પાદક સંસ્‍થા        BEML લિમિટેડ, બેંગલુરુ

ડિઝાઇન સહયોગી           ICE (ઇન્‍ટિગ્રલ કોચ ફેક્‍ટરી), ચેન્નાઈ

કુલ પ્રોજેક્‍ટ ખર્ચ        ૮૬૬,૮૭ કરોડ (બે પ્રોટોટાઈપ ટ્રેનસેટ માટે)

(9:54 AM IST)