<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભગવાન રામ અમીરોના અને શિવ ગરીબોના ભગવાન છેઃ રેવંત રેડ્ડી

તેલંગાણાના મુખ્‍યમંત્રી રેવંત રેડ્ડીનું નિવેદન સમ-શિવમાં વિભાજન કરવાનો પ્રયાસઃ ભાજપ

કેદારનાથ તા.૩૦: તેલંગાણાના મુખ્‍યમંત્રી રેવત રેકીએ ભગવાન રામ અને શિવ સંદર્ભે આપેલા નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે, મુખ્‍યમંત્રી રેકીએ ભાજપ પર નિશાન સાપતા સવાલ ઉઠાવ્‍યો કે, ભાજપના નેતાઓ વારંવાર ‘જય શ્રી રામના નારા તો લગાવે છે, પરંતુ હર હર મહાદેવ ના નારા કેમ નથી લગાવતા? આ દરમિયાન તેમણે ભગવાન શિવને ગરીબોના દેવતા અને ભગવાન રામને અમીરોના દેવતા ગણાવ્‍યા હતા.

ઉત્તર ભારતમાં ભાજપની ચૂંટણી સફળતાનો ઉલ્‍લેખ કરતા આક્ષેપ લગાવ્‍યો કે ભાજપે ભગવાન રામને ચોરી લીપા છે. રેવંત રેડીએ કહ્યું કે, દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે અને ઉત્તર ભારતના લોકો આર્ય છે. તેમણે કહ્યું કે દક્ષિણમાં લોકો ભગવાન શિવના ભક્‍ત છે, જ્‍યારે ઉત્તરમાં ભગવાન રામની ભક્‍તિ કરવામાં આવે છે. તેમણે ભાજપના નેતાઓના ‘જય શ્રી રામ' ના નારાનો ઉલ્‍લેખ કરતા સવાલ કર્યો કે તેઓ મંચ પરથી હર-હર મહાદેવ કેમ નથી કહેતા? તેમણે એવો પણ દાવો કર્યો કે ભાજપ અમીરોની પાર્ટી છે અને આ જ સંદર્ભમાં તેમણે રામને અમીરો અને શિવનેગરીબો સાથે જોડીને ટિપ્‍પણી કરી. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ રેકીની ટીકા કરી છે. રેવંત રેકીની આ ટિપ્‍પણી પર કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના નેતા સંજય કુમાર ભંડીએ કહ્યું કે, રેવત રેફી અગાઉ મુસ્‍લિમ કોંગ્રેસ છે, કોંગ્રેસ મુસ્‍લિમ છેૅ એમ કહી ચૂક્‍યા છે. મુખ્‍યમંત્રી ભગવાન રામ અને ભગવાન શિવ વચ્‍ચે રાજકીય વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણામાં વેલાવાડોને દક્ષિણ કાશી અને ભદ્રાચલમને દક્ષિણ અયા કહેવામાં આવે છે, તેથી રાજયના મુખ્‍યમંત્રીએ રામ અને શિવને ઉત્તર-દક્ષિણના આધારે વહેંચવા જોઈએ નહીં

(10:19 AM IST)