તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
પટારામાંથી પ્રેમી નીકળ્યોઃ મહિલાએ ત્રણ દિવસ સુધી પ્રેમીને ઘરમાં છુપાવી રાખ્યો, દિવસમાં સૂઈ રહેતો, રાતે બહાર નીકળતો
ઉત્તર પ્રદેશના જાલૌનના કાલપી વિસ્તારના એક ગામમાંથી અજીબોગરીબ મામલો સામે આવ્યો : જાણકારી મળતા જ આજુબાજુના પાડોશીઓ અને ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ ગુસ્સે થયેલા લોકોએ યુવકને ધોઈ નાખ્યો અને બાદમાં મહિલા તથા યુવક બંનેને આખા ગામમાં ફેરવ્યા

જાલૌન તા.૧૩: ઉત્તર પ્રદેશના જાલૌનના કાલપી વિસ્તારના એક ગામમાંથી અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પ્રેમીને ઘરની અંદર રાખેલા પટારામાં છુપાવીને રાખ્યો હતો. યુવક આખો દિવસ પટારામાં છુપાઈને રહેતો અને રાતના સમયે સૌના ગયા બાદ બહાર નીકળતો હતો.
બુધવાર સવારે જ્યારે મહિલાની જેઠાણીને રૂમની અંદર રાખેલા પટારામાં કંઈક હલચલ જોવા મળી, તો તેમને ઉંદર હોવાની શંકા જતાં પટારો ખોલ્યો. પટારો ખોલતા જ અંદરથી મહિલાનો પ્રેમી બહાર નીકળી આવ્યો.
આ મામલાની જાણકારી મળતા જ આજુબાજુના પાડોશીઓ અને ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ગુસ્સે થયેલા લોકોએ યુવકને ધોઈ નાખ્યો અને બાદમાં મહિલા તથા યુવક બંનેને આખા ગામમાં ફેરવ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ગ્રામ નિવાસી ૩૫ વર્ષીય મહિલાના પતિનું બે વર્ષ પહેલા બીમારીના કારણે મોત થયું હતું. તેમને એક સાત વર્ષનો દીકરો પણ છે. પતિના મોત બાદ તેને બનેવી તેના ઘરે આવતા જતા રહેતા હતા. આ જ કારણે બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો.
ત્રણ મહિના પહેલા બનેવી પોતાની પત્ની સાથે મારપીટ કરી ઘરેથી ભાગી ગયો હતો. તેમને પણ ત્રણ દીકરી અને એક દીકરો છે. ત્રણ દિવસ પહેલા જ છુપાઈને બનેવી પોતાની પ્રેમિકાના ઘરે આવ્યો અને અહીં રોકાયો હતો. કોઈને શંકા ન જાય એટલા માટે મહિલાએ પોતાના પ્રેમીને ઘરના એક અલગ રૂમમાં પટારામાં છુપાવી રાખ્યો હતો.
દિવસમાં પટારામાં સૂતો અને રાતે બહાર નીકળતો કહેવાય છે કે, દિવસભર પ્રેમી પટારામાં બંધ રહેતો અને રાતના સમયે બધાને સૂઈ જાય પછી બહાર આવતો. બુધવારની સવારે મહિલા ઘરના કામમાં વ્યસ્ત હતી તો પટારામાંથી અવાજ આવ્યો. આ જોઈ જેઠાણીએ પટારો ખોલ્યો તો તેમાંથી મહિલાનો પ્રેમી નીકળ્યો.
આ વાતની સૂચના આખા ગામમાં આગની માફક ફેલાઈ ગઈ અને ગામલોકોની ભીડ એકઠી થઈ. ત્યાર બાદ લોકોએ મહિલા તથા તેના પ્રેમી સાથે મળીને ખૂબ મારપીટ કરી અને બુધવારની સવારે આખા ગામમાં ફેરવ્યા. હોબાળો થતાં જોઈ ગામલોકોએ પોલીસને જાણ કરી.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
