તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ટાયરના ઓછા દબાણથી વાર્ષિક રૂા. ૪,૫૦૦ કરોડ ઇંધણનું નુકશાન
૩૨ ટકા ટાયર ભલામણ કરેલ સ્તરના ૨૦ ટકા કરતા ઓછા હવાના દબાણ સાથે કામ કરતાં જોવાયા

વાહન જાળવણીના સૌથી ઉપેક્ષિત પાસાઓમાંના એક, ઓછા ટાયર પ્રેશરને કારણે ભારત દર વર્ષે રૂા.૪,૫૦૦ કરોડથી વધુ મૂલ્યનું ૪૨ કરોડ લિટરથી વધુ પેટ્રોલ ગુમાવવામાં આવી રહ્યું છે. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સે એસોસિએશન (ATMA)ની ટેકનિકલ શાખા, ઇન્ડિયન ટાયર ટેકનિકલ એડવાઇઝરી કમિટી (ITTAC)ના અભ્યાસ મુજબ, ભારતીય રસ્તાઓ પર મોટી સંખ્યામાં પેસેન્જર વાહનો ઉત્પાદક દ્વારા ભલામણ કરાયેલા સ્તર કરતા ઓછા ટાયર પ્રેશર સાથે ચલાવવામાં આવે છે, જેના પરિણામે નોંધપાત્ર
ઇંધણનો બગાડ, વાહન ખર્ચમાં વધારો અને માર્ગ સલામતીની જોખમોમાં વધારો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશભરમાં ટુ-વ્હીલર સહિત ૧.૩ લાખથી વધુ પેસેન્જર વાહનોના ટાયરોની તપાસ કરવામાં આવી છે, જેમાં ગયા વર્ષ દરમિયાન જ લગભગ એક લાખ ટાયરનો સમાવેશ થાય છે. આ તારણોમાં જણાવાયું છે કે ૩૨ ટકા ટાયર ભલામણ કરેલ સ્તરના ૨૦ ટકા કરતા ઓછા હવાના દબાણ સાથે કામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય ૨૧ ટકા ટાયર પ્રેશર ભલામણ કરેલ સ્તરથી ૧૦ ટકા થી ૨૦ ટકા નીચા હોવાનું અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય અભ્યાસોને ટાંકીને, ATMA એ જણાવ્યું હતું કે ટાયર પ્રેશરમાં દરેક PSI ઘટાડો ઇંપણ
કરે છે. સર્વે દરમિયાન એકત્રિત કરાયેલા ટાયર પ્રેશર ડેટાના આધારે અંદાજ છે કે ઓછા ટાયર પ્રેશરના પરિણામે ભારતના વાહનો દ્વારા કુલ ઇંધણ વપરાશના ૦.૭૫ ટકા જેટલું ઇંધણ કાર્યક્ષમતા નુકસાન થાય છે. ભારતમાં વાર્ષિક પેટ્રોલનો વપરાશ ૫૬.૭૭ અબજ લિટર હોવાનો અંદાજ છે અને લગભગ સમગ્ર પેટ્રોલનો ઉપયોગ પેસેન્જર વાહનો, જેમાં ટુ-વ્હીલરનો પણ સમાવેશ થાય છે, તે દર વર્ષે આશરે ૪૨.૫૭ કરોડ લિટર પેટ્રોલના નુકસાનમાં થાય છે. પ્રવર્તમાન રિટેલ ઇંપણ ભાવો પર, આ વેડફાયેલા ઇંધણનું મૂલ્ય વાર્ષિક રૂા. ૪, ૫૦૦ કરોડથી વધુ છે. હાલનો અંદાજ ફક્ત પેટ્રોલના વપરાશ સાથે સંબંધિત છે અને તેમાં આ વાહનો દ્વારા વપરાતા ડીઝલ, સીએનજી અથવા એલપીજી ઇંધણનો સમાવેશ થતો નથી. ટાયરના ઓછા દબાણને કારણે વાસ્તવિક રાષ્ટ્રીય બળતણ નુકસાન વધુ હોવાની શક્યતા છે, એમ તેમાં જણાવાયું હતું.
ITTAC ના ચેરમેન રેન્જી ઇસાકે જણાવ્યું હતું કે, આ સર્વે ઘરગથ્થુ બજેટ અને રાષ્ટ્રીય અર્થતંત્ર બંને પર છુપાયેલા પરંતુ નોંધપાત્ર નુકસાનને પ્રકાશિત કરે છે. પヘમિ એશિયાના સંઘર્ષને કારણે જ્યારે ઇંધણના ભાવમાં વધારો થયો છે, ત્યારે યોગ્ય ટાયર પ્રેશર જાળવવું એ ઇંધણ કાર્યક્ષમતા સુધારવા અને ઇંધણ ખર્ચ ઘટાડવાનો સૌથી સરળ અને સૌથી અસરકારક માર્ગ છે.
એક નહિ અનેક નુકશાન
* ઓછા પ્રેશરને કારણે ટાયર પર અસમાન ઘસારો
* સાયરની આવરદામાં ઘટાડો, રિપ્લેસમેન્ટ ખર્ચમાં વધારો
* ઉત્સર્જનમાં વધારાથી વાતાવરણીય પ્રદૂષણ વધુ
* માર્ગ સલામતીના જોખમોમાં થતો વધારો
* વર્ષે ૪૨ ૫૭ કરોડ લિટર પેટ્રોલનું નુકસાન
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
